Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ajay Devgn કન્નડ ફિલ્મમાં ધમાલ મચાવે તેવી શક્યતા

    August 23, 2025

    ૨૫ વર્ષ બાદ Tulsi-Mihir આઈકોનિક સીન કર્યો રીક્રિએટ

    August 23, 2025

    ૪૦૦ કરોડની War-2એ દુનિયામાં કર્યો ધમાકો

    August 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ajay Devgn કન્નડ ફિલ્મમાં ધમાલ મચાવે તેવી શક્યતા
    • ૨૫ વર્ષ બાદ Tulsi-Mihir આઈકોનિક સીન કર્યો રીક્રિએટ
    • ૪૦૦ કરોડની War-2એ દુનિયામાં કર્યો ધમાકો
    • Govinda ની પત્ની સુનીતાએ છૂટાછેડા માટે કર્યો કેસ
    • ગોપી બહૂ ફેમ Jia Manek and Varun Jain કર્યા લગ્ન
    • Meghaninagar માં ૮ લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો
    • આગામી પાંચ દિવસ Gujarat માટે ભારે,બંદરો પર લાગ્યા ૩ નંબરના સિગ્નલ
    • Surat:કાળા બજારીયાઓના કારણે ગુજરાતમાં યુરિયા ખાતરની અછત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Anirudhsinh Jadeja ની સજા માફી રદ : 4 સપ્તાહમાં સરન્ડર થવા આદેશ
    અમદાવાદ

    Anirudhsinh Jadeja ની સજા માફી રદ : 4 સપ્તાહમાં સરન્ડર થવા આદેશ

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.22

    કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 15 ઓગષ્ટ,1988 નાં રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પિસ્તોલથી ગોળીઓ ધરબી દઈને સરાજાહેર હત્યા કરવાનાં કેસમાં ટાડા એક્ટ (ત્રાસવાદ વિરોધી ધારો) હેઠળ આજીવન કારાવાસની સજા પામેલા અનિરૂદ્ધસિંહ જાડેજા (રીબડા) ને વર્ષ 2018 માં જેલમાંથી રેમિસન (સજા માફી) આપીને મુક્ત કરવાના આદેશને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદેસર અને કાયદાની સત્તાની ઉપરવટ જઇને કરવામાં આવ્યો હોવાનું ઠરાવીને અનિરુધ્ધસિંહ જાડેજાને ચાર સપ્તાહમાં જેલમાં સરન્ડર કરવાનો આદેશ કર્યો હતો.

    ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એચ. ડી. સુથારે દ્વારા આજે સવારે જાહેર કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, પૂર્વ જેલ એડીજીપી ટી.એસ. બીષ્ટ દ્વારા સજા માફીનો કરવામાં આવેલો નિર્ણય ગેરકાયદેસર અને સત્તા બહારનો હોવાથી તેને રદ્દ કરવામાં આવે છે.

    બીજી બાજુ જાડેજા સરન્ડર થાય તેના આઠ સપ્તાહમાં રાજ્ય સરકારને તેને સજા માફી આપવી કે નહી તે બાબતે સુપ્રીમ કોર્ટના નવાઝ વિરૂધ્ધ સ્ટેટ ઓફ કેરળના આદેશ મુજબ નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. કોર્ટે અગાઉ બે સપ્તાહમાં સરન્ડર કરવાનો આદેશ કર્યો હતો.

    પરંતુ અનિરૂધ્ધસિંહના વકીલ દ્વારા ચાર સપ્તાહનો સમય આપવા વિનંતી કરાઇ હતી. તેની સામે સોરઠિયાના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે અનિરૂધ્ધસિંહનો પાસપોર્ટ જમા લઇ લેવો જોઇએ.

    તેને પોલીસ સ્ટેશનમાં તેની હાજરી ભરાવવાનો આદેશ કરવો જોઇએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ જાડેજા ત્રણ વર્ષ સુધી ભાગેડુ રહ્યા હતા. આથી તેમની વર્તણૂકને પણ ધ્યાનમાં લેવી જોઇએ.

    તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ચાર સપ્તાહનો સમય આપતા હવે અનિરૂધ્ધસિંહની મુશ્કેલીઓ વધી છે. તેને જેલ ભેગા થવું પડશે. આ બાબતના વિગતવાર આદેશની રાહ જોવાઇ રહી છે.

    ઉલ્લેખનીય છે કે અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે ગુજરાત સરકારની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એટલું જ નહિ અનિરૂધ્ધસિંહને રેમીસનનો લાભ આપીને વહેલા જેલમાંથી મુક્ત કરવા બાબતે અણિયાળા સવાલો કરતા રાજ્ય સરકારના વકીલ બચાવની સ્થિતીમાં આવી ગયા હતા.

    આ કેસમાં આજે અનિરૂધ્ધસિંહ જાડેજાના વકીલ, હરેશ સોરઠિયાના વકીલ તેમજ રાજ્ય સરકાર વતી મુખ્ય સરકારી વકીલ દ્વારા ધારદાર અને સામ સામે આકરી દલીલો કરાઇ હતી. બીજી બાજુ સોરઠિયાના વકીલ દ્વારા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી કે, અનિરૂધ્ધસિંહને ખોટી રીતે વહેલા જેલમાંથી મુક્ત કરાયા છે.

    બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા કાયદાના પ્રસ્થાપિત સિંધ્ધાંતો અને આ કિસ્સાને લગતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને પણ ટાંકીને નિર્ણય યોગ્ય હોવા બાબતે દલીલો કરી હતી. એક તબક્કે તો અદાલતે જેલ વિભાગના એક મહિલા અધિકારીને કોર્ટના ડાયસ નજીક બોલાવીને આરોપીઓને રેમીસનની નિતી બાબતે સવાલો કરતા ભરચક કોર્ટમાં સોપો પડી ગયો હતો.

    સ્વ. પોપટભાઈ સોરઠીયાનાં પૌત્ર હરેશ દ્વારા જેલમાથી વહેલા મુક્ત કરી દેવાના વર્ષ 2018નાં આદેશ સામે  અરજી કરાઇ હતી. તેમાં રજૂઆત કરવામાં આવી છે કે  ગત તા. 29 જાન્યુઆરી, 2018 નાં રોજ તત્કાલીન જેલ વિભાગના એડીજીપી ટી.એસ.બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલને પત્ર લખાયો હતો અને તેના આધારે તરત જાડેજાને સજા માફી આપીને મુક્ત કરાયા હતા.

    તેનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે જાડેજા દ્વારા 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજીવન કેદની સજા જીવે ત્યાં સુધી ભોગવવાની હોય છે. આથી સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય સરકાર દ્વારા વિગતવાર પ્રકિયા નક્કી કરવામાં આવી હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી અને માત્ર જાડેજાના પુત્ર દ્વારા લખવામાં આવેલા એકમાત્ર પત્ર નાં આધારે તેને સજા માફીની અરજી ઉપર મુકત કરી દેવાયા હતા.

    આથી સમગ્ર પ્રક્રિયાનું પાલન કર્યું હતું કે નહિ તે બાબતે સરકાર દ્વારા સોગંદનામુ રજૂ કરીને જવાબ આપવો જોઈએ. નહિ તો સમગ્ર પ્રક્રિયામાં કાયદાકીય નિયમોનું પાલન નહિ કરાયું હોવાથી તેમને બાકીની સજા ભોગવવા માટે પરત જેલમાં ધકેલવા જોઈએ.

    વધુમાં રજૂઆત કરાઈ હતી કે જાડેજા દ્વારા અવારનવાર જેલના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો અને એક વાર તો મેડિકલ સારવારના બહાને વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય રેલીઓ સંબોધી હતી. જે બાબતે હાઇકોર્ટમાં પિટિશન થઈ હતી. જાડેજાની વહેલી મુક્તિ બાબતે અગાઉ પણ બે અરજીઓ હાઇકોર્ટમાં થઈ હતી પરંતુ અરજદારો હાજર નહિ રહેતા નિકાલ કરવામાં આવ્યો હતો.

    અરજદાર દ્વારા અગાઉ સુપ્રીમ કોર્ટમાં આ બાબતે અરજી કરાઈ હતી પરંતુ ગુજરાત નો કોર્ટમાં જવાની મંજુરી સાથે નિકાલ કરાયો હતો. અરજદાર દ્વારા અત્યાર સુધી અરજી એટલા માટે નહોતી કરાઈ કારણ કે અગાઉ ની બે અરજીઓ પડતર હતી અને પરિવાર ભયભીત હોવાથી અત્યાર સુધી નિર્ણય લઈ શકાયો નહોતો.

    ઉપરોક્ત હત્યાના બનાવ બાદ પરિવાર દ્વારા પોતાની તમામ મિલકત વેચીને ગોંડલ છોડી જવામાં આવ્યું હતું. પરંતુ હવે આ કાર્યવાહી ખોટી રીતે કરાઈ હોવાથી પિટિશન કરવામાં આવી છે.

    કેસની વિગતો મુજબ જાડેજા દ્વારા  15 ઓગસ્ટ, 1988 નાં રોજ ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પોપટભાઈ સોરઠીયાની  અનિરુધ્ધસિંહ જાડેજા દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જ થી ગોળીબાર કરીને કરાઈ હતી હત્યા. જાડેજાના પિતા મહિપતસિંહ જાડેજા જેઓ એક સમયે ધારાસભ્ય રહી ચૂક્યા હતા તેમની રાજકીય દુશ્મનાવટ માં આ કૃત્ય કરતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો.

    જાડેજા અને નિલેશ કુમાર નામના વ્યક્તિની ટાડા ની જોગવાઇ હેઠળ ધરપકડ કરાઈ હતી.   નીચલી કોર્ટમાં કેસ ચાલી જતાં આ કેસના મહત્વના સાક્ષીઓ ફરી ગયા હોવાથી બંને આરોપીઓને નિર્દોષ મુકત કરાવામાં આવ્યા હતા.

    ત્યારબાદ સરકાર દ્વારા અપીલ કરવામાં આવતા સર્વોચ્ચ અદાલત દ્વારા તા. 10 જુલાઈ, 1997 નાં રોજ  આજીવન કેસની સજા ફરમાવાઈ હતી. સજા ફરમાવયા બાદ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતા.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Meghaninagar માં ૮ લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો

    August 23, 2025
    ગુજરાત

    આગામી પાંચ દિવસ Gujarat માટે ભારે,બંદરો પર લાગ્યા ૩ નંબરના સિગ્નલ

    August 23, 2025
    અમદાવાદ

    સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે ધરણાં, વેપારીઓનું બંધનું એલાન

    August 23, 2025
    અમદાવાદ

    લિવ-ઈનમાં તો કુતરા-બિલાડી રહે : વૃંદાવનનાં કથાકાર અનિરુદ્ધાચાર્યનું વિવાદિત નિવેદન

    August 22, 2025
    અમદાવાદ

    Ahmedabad: ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો મચી ગયો

    August 21, 2025
    અમદાવાદ

    AMC માં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૧૦ નિવૃત્ત કર્મચારીની કોન્ટ્રાક્ટ પર ભરતી

    August 20, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ajay Devgn કન્નડ ફિલ્મમાં ધમાલ મચાવે તેવી શક્યતા

    August 23, 2025

    ૨૫ વર્ષ બાદ Tulsi-Mihir આઈકોનિક સીન કર્યો રીક્રિએટ

    August 23, 2025

    ૪૦૦ કરોડની War-2એ દુનિયામાં કર્યો ધમાકો

    August 23, 2025

    Govinda ની પત્ની સુનીતાએ છૂટાછેડા માટે કર્યો કેસ

    August 23, 2025

    ગોપી બહૂ ફેમ Jia Manek and Varun Jain કર્યા લગ્ન

    August 23, 2025

    Meghaninagar માં ૮ લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો

    August 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ajay Devgn કન્નડ ફિલ્મમાં ધમાલ મચાવે તેવી શક્યતા

    August 23, 2025

    ૨૫ વર્ષ બાદ Tulsi-Mihir આઈકોનિક સીન કર્યો રીક્રિએટ

    August 23, 2025

    ૪૦૦ કરોડની War-2એ દુનિયામાં કર્યો ધમાકો

    August 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.