Rajkot, તા.22
રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ ના કામના લીધે લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ 23.08.2025 થી લઈને 30.11.2025 સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યા છે.
ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ, ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ, ટ્રેન નં. 59552 ઓખા-રાજકોટ લોકલ અને ટ્રેન નં. 59551 રાજકોટ-ઓખા લોકલ તા. 23.08.2025 થી તા. 30.11.2025 સુધી લાખાબાવળ સ્ટેશને ઊભી રહેશે નહીં.
પીપળી સ્ટેશન : ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ અને ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા. 23.08.2025 થી તા. 30.11.2025 સુધી પીપળી સ્ટેશને ઊભી રહેશે નહીં.

