Amreli,તા.22
અમરેલીમાં રહેતી એક 16 અને 4 માસની ઉંમર ધરાવતી તરૂણી તેમના મામાના ધારી ગામે ગયેલ હતી. ત્યારે ધારી ગામે નવી વસાહતમાં રહેતા આરોપી હરેશ ઉર્ફે હર્ષદભાઈ બાબુભાઈ ગાયકવાડ તરૂણીના મામાના ઘર પાસે વારંવાર આંટા ફેરા કરતો અને ભોગબનનારની સામે વારંવાર જોયા કરતો. તેમજ ભોગબનનારને ’આય લવ યુ’ પણ કહતો હતો. અને ભોગબનનાર ના પાડતી હતી.
તેમ છતા આરોપીએ પોતાનો મોબાઇલ નંબર તેણીને આપેલ, હતો. જેમાં આરોપી તેણી સાથે વાતો કરી પોતે સુરત ખાતે રહેતો હોય, અને ભોગબનનારને ભવિષ્યના સારા સારા સપનાઓ બતાવી, ગત તા.8/10/21 ના રોજ આરોપી અમરેલી શહેરમાં આવી ભોગ બનનારને પોતાની સ્કુલે નહી જવા દઇ અવાર નવાર મળવા લઇ જઈ અને ભોગબનનાર સગીરવયની હોવાની જાણકારી હોવા છતાં પણ તેણી સાથે શારીરીક અડપલાઓ કરેલ હતા.
બાદમાં તરૂણીને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી, આરોપી પોતાના ધારી ખાતે આવેલ રહેણાંક કામને લઇ જઇ, ભોગબનનાર સગીર વયની અને લગ્ન લાયક ઉંમર નહી ધરાવતી હોવાનું જાણવા છતા ભોગ બનનાર સાથે ભગવાનની સાક્ષીએ માથામા સિંદુર પુરી લગ્ન કરી ગાંધવ વિવાહ કરી ગુનો કરેલ હતો આ જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાયેલ હતી.
આવા અંગેનો કેસ અમરેલીની સ્પે.પોકસો અને ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલને કોર્ટે માન્ય રાખી આરોપી હરેશ ઉર્ફે હર્ષદભાઈ બાબુભાઈ ગાયકવાડને ભારતીય દંડ સંહિતાની કલમ – 363, 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 5,000 નો દંડ અને કલમ – 354, 354(એ) તથા પોકસો એકટની કલમ 12, 18 મુજબ ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 5,000 નો દંડ અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, 2006 ની કલમ – 9 મુજબના ગુનામાં 2 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 2,000 ના દંડની સજાનો હુકમ કર્યો હતો