New Delhi,તા.22
જો તમે ઇન્ટરનેટ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા પૈસા મોકલો છો, તો તમારા માટે આ એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. દેશની ઘણી મોટી બેન્કોએ હવે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) પર ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. IMPS ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકોને હવે નક્કી કરેલી મર્યાદા મુજબ ફી ચૂકવવી પડશે. પહેલાં મોટાભાગની બેન્કો આ સુવિધા એકદમ મફત આપતી હતી.
દેશની સૌથી મોટી સરકારી બેન્ક ‘સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)’એ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. SBIએ છૂટક ગ્રાહકો માટે તેના IMPS ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા ફેરફારો 15 ઓગસ્ટ, 2025થી લાગુ થશે.
SBIના નવા ચાર્જ (15 ઓગસ્ટથી લાગુ)
– ₹25,000 રૂપિયા સુધી – કોઈ ચાર્જ નહીં
– ₹25,000 રૂપિયાથી ₹1 લાખ રૂપિયા સુધી – 2 રૂપિયા + GST
– ₹1 લાખ રૂપિયાથી ₹2 લાખ રૂપિયા સુધી – 6 રૂપિયા + GST
– ₹2 લાખ રૂપિયાથી ₹5 લાખ રૂપિયા સુધી – 10 રૂપિયા + GST
કેનેરા બેન્કમાં નવા ચાર્જ
– ₹1000 રૂપિયા સુધી: કોઈ ચાર્જ નહીં
– ₹1000 રૂપિયાથી ₹10,000 રૂપિયા સુધી: 3 રૂપિયા + GST
– ₹10,000 રૂપિયાથી ₹25,000 રૂપિયા સુધી: 5 રૂપિયા + GST
– ₹25,000 રૂપિયાથી ₹1,00,000 રૂપિયા સુધી: 8 રૂપિયા + GST
– ₹1,00,000 રૂપિયાથી ₹2,00,000 રૂપિયા સુધી: 15 રૂપિયા + GST
– ₹2,00,000 રૂપિયાથી ₹5,00,000 રૂપિયા સુધી: 20 રૂપિયા + GST
પંજાબ નેશનલ બેન્ક (PNB)ના નવા ચાર્જીસ
– ₹1,000 સુધી: કોઈ ચાર્જ નહીં
– ₹1,001 થી ₹1,00,000 સુધી બ્રાન્ચમાંથી: ₹6 + GST ઓનલાઈન: ₹5 + GST
– ₹1,00,000 થી વધુ બ્રાન્ચમાંથી: ₹12 + GST ઓનલાઈન: ₹10 + GST
HDFC બેન્કના નવા ચાર્જીસ (1 ઓગસ્ટ, 2025થી લાગુ)
– ₹1,000 સુધી: સામાન્ય ગ્રાહક: ₹2.50, વરિષ્ઠ નાગરિક: ₹2.25
– ₹1,000થી ₹1,00,000 સુધી: સામાન્ય ગ્રાહક: ₹5, વરિષ્ઠ નાગરિક: ₹4.50
– ₹1,00,000થી વધુ: સામાન્ય ગ્રાહક: ₹15, વરિષ્ઠ નાગરિક: ₹13.50
નોંધ: HDFC બેન્કના ગોલ્ડ (Gold) અને પ્લેટિનમ (Platinum) એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
IMPS શું છે?
ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ (Immediate Payment Service), જેને ટૂંકમાં IMPS કહેવામાં આવે છે, તે એક રિયલ-ટાઇમ પેમેન્ટ સર્વિસ છે. આ સેવા દિવસના 24 કલાક ઉપલબ્ધ હોય છે. તેનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા થાય છે. આ સર્વિસ દ્વારા ગ્રાહકો ગમે તે સમયે તરત જ પૈસા મોકલી અને મેળવી શકે છે.