Ahmedabad,તા.22
ભારતમાં હાલમાં રખડતા કૂતરાઓનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે એવી શક્યતા છે. આ દરમિયાન, યુવતીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ચર્ચામાં રહેલા વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યએ હવે લિવ-ઈન રિલેશનશિપને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
કથાવાચકે કહ્યું હતું કે, ’લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડીઓ રહે છે. આપણા દેશના કૂતરા હજારો વર્ષોથી લિવ-ઈનમાં જ રહે છે. આ લિવ-ઈન કલ્ચર જ કૂતરાઓનું છે.’ કેટલાક લોકો તેમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને યોગ્ય ગણાવી રહ્યા છે.
આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાકે તેમનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ અનિરુદ્ધાચાર્યે લિવ-ઈન રિલેશનશિપ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ’આજકાલ 25 વર્ષ સુધીની મોટા ભાગની છોકરીઓ અશુદ્ધ થઈ ગઈ હોય છે.
છોકરાઓ જેની સાથે લગ્ન કરે છે, તે લિવ-ઈનમાં ચાર જગ્યાએ મોં મારીને આવી હોય છે. હાલમાં જ વધી રહેલા છૂટાછેડા અને પતિની હત્યાના કેસનું કારણ પણ આ જ છે.’