Chotila,તા.23
ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી મકાનમાંથી રૂપિયા 10.02 લાખની કિંમતની 31 13 વિદેશી વિદેશી દારૂ સાથે શિવરાજભાઈ ખાચરની ધરપકડ કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ ઝાલાવાડ પંથકમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાથી તૂટી પડવા નવનિયુક્ત જિલ્લા પોલીસવાળા પ્રેમસુખ ડેલુ એ આપેલી સૂચનાને પગલે ચોટીલા પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે અત્યારે નાની મોલડી ગામે રહેતા શિવરાજભાઈ ખાચરે વિદેશી દારૂનો જથ્થો મકાનમાં છુપાવ્યું હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે મકાનમાં દરોડો પાડી રૂપિયા 10.02 લાખની કિંમતની 313 બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે વિજયભાઈ ખાચરની ધરપકડ કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

