એલસીબી દરોડો પાડી ૨૩૯ બોટલ દારૂ અને બે બાઈક મળી રૂપિયા 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બે શખ્સો ની શોધ ખોળ
Jetpur,તા.23
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બાવા પીપળીયા ગામની સીમમાં ઓરડીમાં છુપાવેલો રૂપિયા 65000 ની કિંમત નો 269 બોટલ દારૂ અને બે બાઈક મળી સવા લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા કેતન ગુજરાતી અને દિવ્યેશ ગુજરાતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઇ વીવી વડોદરા સહિતના સ્ટાફે જેતપુર પંથકમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જેતપુર તાલુકાના બાવા પીપળીયા ગામનો કેતન ભીખુ ગુજરાતી નામના શખ્સ પોતાની વાડી ની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર રાજુભાઈ ખાંભળા અને દિવ્યેશ સુવાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચસી ગોહિલ ,આરવી ભીમાણી, એ.એસ.આઇ અનિલભાઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી સહિતના સ્ટાફે દરોડો પાડી ઓરડીમાંથી રૂપિયા 65 700 ની કિંમતની 249 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ અને બે બાઈક મળી 1.25 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. દરોડાની ગંધ આવી જતા વાડી માલિક કેતન ભીખુ ગુજરાતી અને દિવ્યેશ ચંદુ ગુજરાતી નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

