Jamnagar તા ૨૩,
જામનગર જિલ્લાના જામજોધપુર નજીક સમાણા રોડ પર એક મોટરસાયકલને પાછળથી બુલેટ ચાલકે ઠોકરે ચડાવતાં મોટરસાયકલ ચાલક ધૂનડા ગામના યુવાનનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતા કૌશિકભાઈ રમણીકભાઈ જોશી, કે જેઓ પોતાનું મોટરસાયકલ લઈને સડોદર ગામ થી સમાણા ગામ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી આવી રહેલા જી.જે. ૬ એલ.કયુ. ૩૦૩૮ નંબરના બુલેટ ના ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો,
જે અકસ્માતના તેને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર થઈ હતી, અને કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક ના ભાઈ હાર્દિક રમણીકભાઈ જોશી શેઠ વડાળા પોલીસ મથકમાં બુલેટ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.