Jamnagar,તા ૨૩
જામનગરના વુલન મિલ વિસ્તારમાં રહેતી એક પરણીતાને એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ થયું છે. તે જે તે માધાપર ભૂંગાની એક પરણીતાને પણ હૃદય રોગનો હુમલો ભરખી ગયો છે.
જામનગરમાં વુલન મિલ નજીક જુની ચાલી વિસ્તારના રૂમ નંબર ૧૦૩ માં રહેતી આશાબેન કેતનભાઇ ઘાવરી નામની ૩૭ વર્ષની વાલ્મિકી જ્ઞાતિની મહિલાને ગઈકાલે પોતાના ઘેર હાર્ટ એટેક આવી જતાં તેનું સારવાર મળે તે પહેલા મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ કેતન કિશનભાઇ ઘાવરીએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
y આ ઉપરાંત હાર્ટ એટેકનો બીજો બનાવ માધાપર ભુંગા વિસ્તારમાં બન્યો હતો જ્યાં રહેતી રુકીયાબાનુ જાકીરભાઇ જામ નામની ૨૪ વર્ષની પરણીતાને પોતાના ઘેર કામ કરતી વખતે હાર્ટ એટેક આવી ગયો હતો, અને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી, જ્યાં તેણી નો હાર્ટ એટેકના કારણે મૃત્યુ ની નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું, જાહેર કર્યું હતું.