Junagadh તા. ૨૩
જુનાગઢ નજીક આવેલા ક્રિયાના શોરૂમ સામે કૂતરું આડે આવતા મોટરસાયકલ એ કૂતરાને બચાવવા જતા પાછળ બેઠેલા માતા પડી જતા ગંભીર ઇજાઓ પહોંચેલ માતાનું કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જુનાગઢ દોલતપરામાં પાણીના ટાંકા પાસે, સ્વામાનીરાયણ સોસાયટીમાં રહેતા ભાવનાબેન હરીલાલ બધાભાઇ રાઠોડ (ઉ.વ.૫૭) પોતાના દીકરા અનીલભાઇની મોટર સાયકલ પાછળ બેસી જેતપુરથી જુનાગઢ આવતા હતા તે દરમ્યાન ક્રિયાના શોરૂમ સામે પહોચતા રોડ ઉપર કુતરૂ આડે આવતા મોટર સાયકલ ચાલક અનીલભાઇ કુતરાને બચાવવા જતા, પાછળ બેસેલ તેના માતા ભાવનાબેન મોટર સાયકલ ઉપરથી પડી જતા, તેઓને સારવાર અર્થે જૂનાગઢની સીવીલ હોસ્પીટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે ભાવનાબેનને જોઇ તપાસી મરણ ગયા હોવાનું જાહેર કર્યું હતું. જે અંગેની પોલીસને જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી, તપાસ હાથ ધરી છે.