Junagadh,તા. ૨૩
સમગ્ર વિશ્વમાં સમાજ ઉત્થાન અને સેવા કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારી દ્વારા સંસ્થાના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના ૧૮ મા સ્મૃતિ દિવસ ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ થી નિમિત્તે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર ક્લ્યાણ મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે દિલ્હીથી એક રાષ્ટ્રીય રક્તદાન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અને તા. ૨૨ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ભારતભરમાં ૨ હજારથી વધુ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો પર રક્તદાન શિબિરોનું આયોજન થશે. તેમજ સંસ્થાએ ૧૦૦ ક્લાકમાં ૧ લાખ યુનિટ રક્ત એકત્રિત કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ સેવાકીય મુહિમમાં જુનાગઢના સેવા કેન્દ્રો પણ જોડાશે. અને આ રક્તદાન શિબિર રવિવાર, તા. ૨૪ ઓગસ્ટના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા દરમિયાન બ્રહ્માકુમારીઝ, નવ જ્યોતિ ભવન, ગિરનાર દરવાજા, રાધા નગર સોસાયટી ખાતે યોજાશે. આ અભિયાનને સફળ બનાવવા બ્રહ્માકુમારી, સમાજસેવા વિભાગ અને ગિરનારી ગ્રૂપ દ્વારા શહેરીજનોને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.