રૂ. 44,800 ની રોકડ કબ્જે : પ્ર.નગર પોલીસની કાર્યવાહી
Rajkot,તા.23
શહેરની કલેક્ટર કચેરી નજીક ક્વાર્ટર ખાતે ધમધમી રહેલા જુગારના પાટલા પર દરોડો પાડી પ્ર.નગર પોલીસની ટીમે ચાર મહિલા સહીત છ શખ્સોને દબોચી લઇ રૂ. 44,800 ની રોકડ કબ્જે કરી હતી.
જુગારના દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર પ્રનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, કલેક્ટર કચેરીની બાજુમાં જામ ટાવર રોડ પર કેન્દ્રાન્ચલ ક્વાર્ટર નંબર-27 ખાતે જુગારનો પાટલો ધમધમી રહ્યો છે. જે બાતમીના આધારે પ્રનગર પોલીસની ટીમે બાતમીવાળા ક્વાર્ટરમાં દરોડો પાડતા નિલેશ મનસુખભાઈ મકવાણા(ઉવ 39), નિતેશ ગોરધનભાઈ સાવરીયા(ઉવ 48), પ્રજ્ઞાબેન રાજુભાઈ ભાલાળા(ઉવ 50), જયશ્રીબેન ભીમજીભાઇ વિરડીયા(ઉવ 56), જીજ્ઞાબેન ભરતભાઈ પારેખ(ઉવ 50) અને પારુલબેન તુષારભાઈ વજાણી(ઉવ 41) જુગાર રમતા ઝડપાયા હતા.
પ્ર.નગર પોલીસની ટીમે રૂ. 44,800 ની રોકડ કબ્જે કરી ચાર મહિલા સહીત છ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.