Yemen,તા.25
ગાઝામાં ભૂખમરાની સ્થિતિ વચ્ચે મધ્ય પુર્વમાં સતત બની રહેલ અશાંતિમાં હવે ઈઝરાયેલે યમનમાં ‘હુથી’ ત્રાસવાદી સંગઠનના ઠેકાણાઓ પર નવેસરથી હુમલા શરૂ કર્યા છે. યમનની રાજધાની સનામાં ઈઝરાયેલના વિમાનોએ અનેક સ્થળો પર ભારે બોમ્બમારો કરીને હુથી સંગઠનના લશ્કરી જેવા મથકોને નિશાન બનાવ્યા હતા.
જેમાં રાષ્ટ્રપતિ ભવન સામેના જ પાવર હાઉસ અને તેની ફયુલ સ્ટોરેજ સુવિધાને નિશાન બનાવાઈ હતી જેનો લગભગ ધ્વંશ કરી દેવામાં આવ્યો હતો. ઈઝરાયેલ આ ક્ષેત્રમાં લગાતાર ડ્રોન હુમલા કરી રહ્યું છે.
બીજી તરફ હુથી સંગઠને પણ જયાં સુધી ગાઝાને પુરી રીતે મુક્ત કરાય નહી ત્યાં સુધી ઈઝરાયેલ પર હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ જાહેર કર્યુ કે ગઈકાલના હુમલામાં સેનાના 14 લડાયક વિમાનોએ ભાગ લીધો હતો. જો કે હુથી સમુદાયે ઈઝરાયેલ સેનાએ નાગરિક મથકો પર હુમલા કર્યા છે.