Dhoraji,તા.25
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ સુપ્રસિદ્ધ ઐતિહાસિક પ્રવાસન સ્થળ ઓસમ પર્વત તળેટી ખાતે શ્રી માત્રીમાં મંદિરના સાનિધ્યમા પાટણવાવ ગ્રામ પંચાયત દ્વારા આયોજીત ભવ્ય લોકમેળોનો શુભારંભ કરેલ હતો.
આ તકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,ધોરાજી માર્કેટિંગ યાર્ડ ચેરમેન હરકિશનભાઈ માવાણી,ધોરાજી પાલિકા પ્રમુખ પાયલબેન ધોળકિયા,વિજયભાઈ અંટાળા,સહિત ના સાધુ સંતો મહંતો સહિત ના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા..