Dhoraji તા.25
ધોરાજી તાલુકાના મોટીવાવડી ગામે રામજીમંદિરની સામેની ગલીમાં આવેલા નીલમભાઈ રમણીકભાઈ જીવાણીના રહેણાંકના મકાનો ઉપર તાલુકા પોલીસે દરોડો પાડી જૂગાર રમતા સાત શખ્સોને ઝડપી લઈ રૂા.1.33 લાખની રોકડ કબ્જે કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર કે.જે.સથવારા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને મળેલી બાતમીના આધારે પોલીસ કાફલાએ મોટીવાવડી ગામે દોડી જઈ નીલમભાઈ રમણીકભાઈ જીવાણીના મકાન ઉપર આ જૂગાર દરોડો પાડયો હતો.
જેમાં નીલમભાઈ રમણીકભાઈ જીવાણી (રે.મોટીવાવડી), ભરતભાઈ રતીલાલ ડઢાણીયા (રહે.મોટીવાવડી), જીગ્નેશભાઈ નાથાભાઈ ડઢાણીયા (રહે.મોટીવાવડી), કમલેશભાઈ ડાયાભાઈ ડઢાણીયા (રહે.મોટીવાવડી), કાળાભાઈ ગોબરભાઈ ગોલતર (રહે.નાનીવાવડી) તથા દાદુભાઈ સુલેમાનભાઈ કપડવંજી (રહે.ઝાંઝમેર) જૂગાર રમતા ઝડપાઈ ગયા હતા. જૂગાર પટ્ટ પરથી પોલીસે રૂા.1,33,140ની રોકડ કબ્જે કરી હતી.
જૂગાર દરોડાની આ કામગીરી કે.જે.સથવારા (પોલીસ ઈન્સ્પેકટર), દિવ્યરાજસિંહ પઢીયાર (પો.હેડ.કોન્સ.), જગદીશભાઈ સુવાણ (પો.હેડ.કોન્સ.) તથા નિકુંજભાઈ સુતરીયા (પો.કોન્સ.) દ્વારા કરવામાં આવી હતી.