Jetpur,તા.25
જેતપુર નજીકનો સુરવો-1 ડેમ ઓવરફલો થતા આ ડેમનો એક દરવાજો ખોવામાં આવેલ છે.ડેમ ઓવરફ્લો થતા જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ ઉઘાડ , સુરવો 2 ડેમ ઈંજનીયર હિરેન જોશી, જેતપુર પ્રાચીન નૃસિંહ મંદિરના મહંત શ્રી કનૈયાનંદ બાપુના હસ્તે નવા નિરના વધામણાં કરવામાં આવ્યા હતા
જેતપુર નજીક ખજૂરી ગુંદાળા ગામ પાસેનો જીવાદોરી સમાન સુરવો ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. ડેમમાં હાલ પાણીની સપાટી તેની પૂર્ણ સપાટીની ઉપર જતા ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો હતો.
ડેમની હાલની જળ સપાટી 99.85 મીટર છે, જ્યારે તેની પૂર્ણ જળ સપાટી પહોચતા ડેમમાં હાલ પણ પ્રતિ સેક્ધડ 624.63 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેથી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હોવાથી, હવે રૂલ લેવલ જાળવવા માટે 16 દરવાજામાંથી એક દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો
આ સંજોગોને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. જેતપુર તાલુકાના થાણા ગાલોળ, ખીરસરા અને ખજુરી ગુંદાળા જેવા ગામોને ખાસ કરીને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ વરસાદ ખેડૂતો અને સ્થાનિક લોકો માટે ખુશી લઇને આવ્યો છે, પરંતુ સલામતી જાળવવી ખૂબ જ જરૂરી છે.