Jamnagar તા.25
જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત આંતર જિલ્લા વિમાની સેવાનો તા.23 ઓગસ્ટ-2025થી આરંભ થયો છે. વહેલી સવારે અમદાવાદથી જામનગર આવેલું 50 બેઠકોની ક્ષમતાવાળું વિમાન પ્રથમ ખેપમાં 25 મુસાફરોને લઈને નિયત સમયે સવારે 8:33 વાગ્યે સુરત જવા ઉપડયું હતું. આ એરાઈવલ-ડિપાર્ચર ટ્ર સાથે રાજ્યની આંતર જિલ્લા ઉડ્ડયન સેવાનો પણ આરંભ થયો ગણાય. કે વિમાનની પ્રથમ ઉડાન પહેલા જામનગર એરપોર્ટ ડાયરેકટર ડી.કે.સીંઘએ કેક અને રીબીન કટ કર્યા હતા. જે વેળાએ ચેમ્બરના પુર્વ પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના મહાકાય ઉદ્યોગો અને સે જીઆઈડીસી તેમજ ભગવાન દ્વારકાધીશજી હાલારમાં બિરાજતા હોવાથી જામનગર-મુંબઈની વિમાની સેવા કાયમી ધોરણે ચાલુ રહી છે.
પરંતુ રોજની એક ફ્લાઈટ જેટલો પેસેન્જર ટ્રાફીક રહે છે. આ દરમિયાન વર્ષ 2022-23માં અન્ય એક વિમાની કંપનીએ જામનગર-બેંગ્લોર-હૈદ્રાબાદને સાંકળતી વિમાની સેવા શરુ કરી હતી. પરંતુ થોડા મહિના ચાલ્યા બાદ આ સેવા બંધ થઈ હતી. હવે ફરી એક ખાનગી કંપની દ્વારા આજથી જામનગર-અમદાવાદ-સુરતની જોડતી વિમાન સેવા શરુ કરવામાં આવી છે.
જે અમદાવાદથી કનેક્ટેડ ફ્લાઈટ મારફત વિદેશ જવા માંગતા, જલ્દી મુંબઈ પહોંચવા માંગતા, ઈમર્જન્સીમાં સુરત યહોંચવા માંગતા તેમજ અમદાવાદ ખાતે સારવાર જેવા કામો માટે પહોંચવા માંગતા લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સીંઘએ જણાવ્યું હતું કે, અમદાવાદથી વિમાનનું આગમન સવારે 8:10 વાગ્યે થયું હતું.
આ વિમાન બાદમાં 8:33 વાગ્યે ઉપડીને સુરત ગયું હતું અને સુરતથી 1:30 વાગ્યે પરત જામનગર આવ્યું હતું અને જામનગરથી બપોરે બે વાગ્યે અમદાવાદ જવા નીકળ્યું હતું. આમ જામનગર વાસીઓ માટે શહેરથી સુરત જવાનો સમય સવારે 8:33નો અને અમદાવાદ જવા માટેનો સમય બપોરે બે વાગ્યાનો રહેશે. તેમ ગણવાનું રહેશે.