Jamnagar તા.25
જામનગરના વામ્બે આવાસ વિસ્તારમાં રહેતા એક યુવાને કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં વામ્બે આવાસ નજીક ખુલ્લી ફાટક પાસે ઝુપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ રવજીભાઈ પરમાર નામના 38 વર્ષના દેવીપૂજક યુવાને ગઈકાલે પોતાના ઝુપડામાં લાકડાની આડશમાં ટુવાલ બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની પત્ની ચંપાબેન રાજુભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે દોડી જઈ, મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.