Jamnagar તા.25
જામનગરમાં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા રાજીવભાઈ ઉર્ફે મંગલભાઈ ખીમજીભાઇ વાઘેલા કે જેઓની જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ખેતીની જમીન આવેલી છે, અને તેઓના કાકા હરેશભાઈ વગેરે ખેતીવાડી કામ કરે છે. જે જમીનમાં અવર-જવારના રસ્તા બાબતે બાજુમાંજ આવેલી વાડી ના માલિક શામજીભાઈ નાનજીભાઈ વિરાણી અને તેના પરિવાર સાથે તકરાર થઈ હતી,.
જેનું મન દુ:ખ રાખીને શામજીભાઈ વિરાણી તેના પુત્ર મિલન ઉર્ફે બુદ્ધિયો, શામજીભાઈની પત્ની ચંદ્રિકાબેન તથા પુત્રવધુ ઉષાબેન કે જેઓ લોખંડના પાઇપ ધોકા સાથે ધસી આવ્યા હતા, અને હુમલો કરી દીધો હતો.
ઉપરાંત દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરાયા હતા, જે મામલે શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.