Junagadh તા.25
હાલ રોજબરોજ વરસાદી વાતાવરણ વચ્ચે ઠેર ઠેર જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે. જેમાં ગઈકાલે જુનાગઢના બી ડીવીઝનના ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી 9 જુગારીઓને રૂા.41,530ની રોકડ સાથે દબોચી લીધા હતા. બી ડીવીઝનના જોષીપુરા વિસ્તારમાંથી 4 ને 6340ની રોકડ સાથે પકડી લીધા હતા. કેશોદમાં રાણીપરા ધાર વિસ્તારમાં જુગટુ ખેલતી 8 મહિલાઓને 3480ની રોકડ સાથે પકડી પાડી હતી.
વંથલી નાનાવડા ગામે 9ને રોકડ રૂા.10480 સાથે પકડી લીધા હતા. વંથલીના કણજડી ગામે 6 શખ્સોને રૂા.10550 સાથે પકડી પાડયા હતા. માંગરોળના ઢેલાણા ગામે 5 ને રોકડ રૂા.14320 સાથે પકડી પાડી કુલ રૂા.86640 સાથે 41ને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.