Surendaranagar, તા.25
દસાડા તાલુકાના એક ગામમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. પોલીસે આરોપી કિશન ઠાકોર (ઉ.વ.30)ની ધરપકડ કરી છે.
ફરિયાદ મુજબ આરોપી બાળકીને મેલડી માતાના મંદિર તરફના રસ્તે લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના રડવા પર આરોપીએ તેને થપ્પડ પણ મારી હતી. બાળકી રડતી રડતી ઘરે આવી અને માતાને સમગ્ર ઘટના જણાવી હતી. મેડિકલ તપાસમાં ડોક્ટરોએ બાળકી સાથે દુષ્કર્મ થયાની પુષ્ટિ કરી છે.
ઝીંઝુવાડા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ ઘટનામાં વપરાયેલી બાઈકની શોધખોળ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના ઙઈં પી.કે.ગૌસ્વામી કરી રહ્યા છે.દ