અભિનેતાએ વધુમાં કહ્યું હતુ કે, હું જીવતો છું એ લોકોને કહેતા કહેતા મારું ગળું, જીભ અને હોઠ સુકાઇ ગયા હતા
Mumbai, તા.૨૫
પીઢ અભિનેતા રજા મુરાદે ઇન્ટરનેટ પોતાના મૃત્યુની અફવાથી ચોંકી ગયો હતો. પોતે જીવતો છે તે કહી-કહીને કંટાળી જતા તેણે આવી અફવા ફેલાવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે ૨૨ ઓગસ્ટના રોજ મુંબઇના આંહોલી પોલીસ સ્ટેશનમાં રજા મુરાદે ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, સોશયલ મીડિયા પર તેનું નિધન થયાનો દાવો કરનારી ખોટી પોસ્ટ ઓનલાઇન વાયરલ થઇ રહી છે. તેણે એમ પણ કહ્યુ હતું કે, વાંરવાર તે પોતાના હિતેચ્છુઓને આ અફવાનું સ્પષ્ટીકરણ કરતાં-કરતા થાકી ગયો હતો. ૭૪ વર્ષીય અભિનેતાએ દાવો કર્યો હતો કે, તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાતા તે પરેશાન થઇ ગયો હતો. પોતે જીવતો છે તે કહેંતા કહેંતા પણ તે કંટાળી ગયો હતો. રજા મુરાદે એક વાતચીત દરમિયાન કહ્યું હતુ કે, કોઇએ સોશયલ મીડિયા પર એ સમાચાર અપલોડ કર્યા હતા કે મારું અવસાન થઇ યું છે. આવી અફવા ફેલાવનારાઓની માનસિકતા સંકીર્ણ હોય છે. તેઓ નથી ઇચ્છતા હોતા કે જીવનમાં કોઇનું સારું થાય. લોકો આપણી ચુપકીદીનો ખોટો ઉપયોગ કરતા હોય છે. મેં સાઇબર સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે.અભિનેતાએ વધુમાં કહ્યું હતુ કે, હું જીવતો છું એ લોકોને કહેતા કહેતા મારું ગળું, જીભ અને હોઠ સુકાઇ ગયા હતા. મને દુનિયાભરમાંથી ફોન અને સંદેશાઓ આવી રહ્યા છે. લોકો મને મારા મૃત્યુની પોસ્ટના સ્ક્રીનશોટ મોકલી રહ્યા છે. આ એક શરમજનક ઘટના છે. આવું કામ હલકી માનસિકતાવાળા લોકો જ કરી શકે,તેમને આવી ઘટિયા મજાક કરવામાં મજા આવતી હોય છે.