લીગલ એઈડ કિલનીક થકી કોલેજના વિદ્યાર્થિઓમાં મફત કાનૂની સલાહ અને સહાય મેળવી છેવાડાના માનવીને મદદરૂપ બનો
Rajkot,તા.26
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૨૫.૦૮.૨૦૨૫ થી ભારતના યુવાધન કે જે ભારતનું ઉજજવળ ભવિષ્ય છે તેમને પોતાના અભ્યાસ દરમ્યાનથી જ કાનૂની જાગૃત થાય અને સમાજના અન્ય વર્ગોમાં પણ કાનૂની જાગૃતતા ફેલાવવામાં મદદરૂપ થાય તે આશય થી મારવાડી યુનિવર્સિટી ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટ દ્વારા ”લીગલ એઈડ કિલનીક” ની સ્થાપના કરવામાં આવેલ છે.
ભારતીય પરંપરા મુજબ સવારે ૦૯:૩૦ કલાકે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. મારવાડી કોલેજના પ્રોવોસ્ટ પ્રો. આર. બી. જાડેજા ધ્વારા કાર્યકમાં ઉપસ્થિત હાજર રહેલ સભ્યોનું પુષ્યગુચ્છ તથા શબ્દો ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ, રાજકોટના જીલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ એચ. વી. જોટાણીયા ધ્વારા લીગલ એઈડ કિલનીકની સ્થાપના ની જરૂરીયાત શું છે? તેના કાર્યો અને લીગલ એઈડ કિલનીક એક એવી જગ્યા છે કે જયાંથી કોલેજના વિદ્યાર્થિઓમાં મફત કાનૂની સલાહ અને સહાય મેળવી શકશે અને છેવાડાના માનવી સુધી આ યોજનાને પહોંચાડવા મદદરૂપ થાશે.તદ્દઉપરાંત, રાજકોટ જીલ્લા ન્યાયાલયના મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને જીલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ જે. આર. શાહ હસ્તે ‘લીગલ એઈડ કિલનીક”નું ઉદ્દઘાટન કરવામાં આવેલુ છે જજીસો ધ્વારા લીગલ એઈડ શું છે? શા માટે લીગલ એઈડની જરૂર છે? વિગેરે જેવી મહત્વપૂર્ણ બાબતો પર પ્રકાશ પાડવામાં આવેલ છે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો મારવાડી યુનિવર્સિટીના ડો. પ્રતિષ્ઠા યાદવે આભાર વ્યકત કરવામાં આવેલ છે. આ ઉદ્દઘાટન સમારંભમાં મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નરેશભાઈ જાડેજા અને તમામ ફેકલ્ટી મેમ્બર સહિતના મહાનુભાવોનાઓ હાજર રહી કાર્યક્રમને શોભાયમાન કરેલ છે.