હાઇકોર્ટ સહિત કચેરીઓને બૉમ્બથી ઉડાડી દેવાની વારંવાર મળતી ધમકીના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી
Rajkot,તા.26
હાઇકોર્ટ સહિત જુદી જુદી કચેરીઓને બૉમ્બથી ઉડાડી દેવાની વારંવાર મળતી ધમકીના પગલે આજે રાજકોટ સેશન્સ અને ફેમિલી કોર્ટમાં બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું જોકે કોઈ ઘાતક પદાર્થ કે બૉમ્બ જેવી વસ્તુ મળી નહીં આવતા ચેકિંગ ટીમે રાહત અનુભવી હતીમળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ હાઇકોર્ટ સહિત રાજ્યની અલગ અલગ કોર્ટ અબે સરકારી કચેરીઓને ઈ-મેલ દ્વારા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ રાજકોટમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની ટીમો દ્વારા જિલ્લા તાલુકા મથકોની કોર્ટમાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે રાજકોટ સેશન્સ કોર્ટ અને ફેમિલી કોર્ટમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કાંઈ વાંધાજનક વસ્તુ નહીં મળી આવતા કચેરીઓની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહી હતી. બૉમ્બ સ્કોડના એએસઆઇ અનોપસિંહ વાઘેલા, રામદેવસિંહ રાણા, ભરતભાઈ ચૌહાણ અને ધવલભાઈ બરાડિયા સહિતની ટીમે ચર્કિંગ કામગીરી હાથ ધરી હતી.