આઠ શખ્સોની ધરપકડ કરી 74 000 મુદ્દામાલ કબજે કર્યો
Bhavnagar,તા.26
ભાવનગર જિલ્લામાં બે સ્થળોએ જુગારના દરોડા જેમાં ભાવનગર શહેરના હાદાનગર શક્તિ સોસાયટીમાં અને મહુવાના અલી પાર્કમાં એલસીબી દોરો પાડી 8 શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ ભાવનગર શહેરના હાદાનગર શિવ શક્તિ સોસાયટીમાં જુગાર રમતા હરેશ ગોવિંદ પરમાર તુષાર જીતુ ભારોલા આકાશ રાજુ વીરગામા અને દેવળ ઈશ્વર ડાભીની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 21650 જ્યારે મહુવા ના અલી પાર્કમાં જાહેરમાં જુગાર રમતા ઈશાદ જમાલ રહીમ સતાર અક્રમ હનીફ અને કરીમ શત્રુદ્દીનની ધરપકડ કરી 52000no મુદ્દામાલ કબજે કર્યો છે