મુખ્ય જજ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
Rajkot,તા.26
ગંભીર અકસ્માતોથી લોકોની જિંદગી બચાવવા માટે હેલ્મેટ પહેરવાની પહેલ રાજકોટ શહેરમાં શરૂ કરી છે, જેમાં તા.8 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટનો નિયમ અમલી કરવામાં આવી રહ્યો છે, જે અનુસંધાને શહેર પોલીસ અને ડીએલએસ દ્વારા વકીલો માટે નિશુલ્ક હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે મુખ્ય ન્યાયાધીશ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ વિગત મુજબ હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો સૂત્રને ધ્યાને રાખી આગામી ૮ સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટનો નિયમ અમલી કરવામાં આવી રહ્યો છે, ત્યારે ડીએલએસ અને શહેર પોલીસ દ્વારા શહેરના જામનગર રોડ પર આવેલી ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ ખાતે વકીલો માટે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. સિનિયર જુનિયર અને મહિલા એડવોકેટઓને 900 થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ પહેરી નિયમ પાળી અને સુરક્ષિત રહશે. આ તકકે મુખ્ય ન્યાયધીશ શાહ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જોટાણીયા, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વકીલો ઉત્તરદાયિત્વ નિભાવી સમાજને એક સંદેશો આપે: કમિશનર બ્રજેશકુમાર ઝા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા જણાવ્યું હતું કે વકીલોની ગણના બુદ્ધિજીવીઓ અને કાયદાના રક્ષકમાં થતી હોય ત્યારે સામાજિક જવાબદારી વધતી હોય ત્યારે તેનું ઉત્તરદાયિત્વ નિભાવી સમાજને એક સંદેશો આપવો જોઈએ અને વકીલો હેલ્મેટ પહેરતા થશે એટલે સામાન્ય લોકો હેલ્મેટ પહેરતાં થશે અને અકસ્માત જીવલેણ નહીં બની શકે લોકોની સુરક્ષાની જવાબદારી પોલીસની છે માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.