New York, તા.26
વર્ષની આખરી ગ્રાંડસ્લેમ યુએસ ઓપનમાં સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાકા જોકોવિચે વિજય સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ કર્યો છે. 2પમા ગ્રાંડસ્લેમ ટાઇટલની શોધમાં ઉતરેલા 38 વર્ષીય જોકોવિચે પહેલા રાઉન્ડમાં અમેરિકી કવોલીફાયર ખેલાડી લર્નર ટીમને 6-1, 7-6 અને 6-2થી હાર આપી હતી. આ જીત સાથે જોકોવિચે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે આ ટૂર્નામેન્ટમાં પાછલા 19 વર્ષમાં પહેલા રાઉન્ડમાં એક પણ ગેમ હાર્યો નથી. અમેરિકી ઓપનમાં જોકોવિચની આ 80મી જીત છે. તે કેરિયરની 80મી ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. સૌથી વધુ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ રમવાનો રેકોર્ડ ફેલિસિયાનો લોપેજ અને રોઝર ફેડરરના નામે છે. બન્ને 81-81 ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના હિસ્સા રહ્યા છે. જોકોવિચ છેલ્લે વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં યાનિક સિનરમાં હાર્યોં હતો.
મેન્સ સિંગલ્સના અન્ય એક મેચમાં ઉલટફેર થયો હતો. રૂસી ખેલાડી અને 13મા ક્રમનો દાનિલ મેદવેદેવ બિન ક્રમાંકિત ફ્રાંસના ખેલાડી બેન્જામીન બોન્જી વિરુદ્ધ પાંચ સેટની રસાકસી પછી 3-6, પ-7, 7-6, 6-0 અને 4-6થી હારીને બહાર થયો હતો. મેચ દરમિયાન મેદવેદેવનો રેફરી સાથે ઝઘડો થયો હતો અને તેણે ગુસ્સામાં રેકેડ તોડયું હતું.
મહિલા વિભાગની નંબર વન અને વર્તમાન ચેમ્પિયન બેલારૂસની ખેલાડી આર્યના સબાલેંકાએ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. તેણીએ સ્વિસ ખેલાડી રેબેકા માસારોવાને 7-પ અને 6-1થી હાર આપી હતી. 2021માં અમેરિકી ઓપન જીતનાર બ્રિટનની એમ્મા રાદુકાનૂનો પહેલા રાઉન્ડમાં જાપાની ખેલાડી સામે 6-1 અને 6-2થી જીત મેળવી આગળ વધી છે. 2021 પછી તેણી પહેલીવાર બીજા રાઉન્ડમાં પહોંચી છે. હાલ રાડુકાનૂ 36મા ક્રમ પર છે. ચોથા ક્રમની જેસિકા પોગુલાનો પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ થયો છે.