Ahmedabad,
અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો રવિવારથી ભવ્ય પ્રારંભ થયો. આ કોમનવેલ્થ ચેમ્પિયનશીપ 31 ઓગસ્ટ સુધી ચાલશે.
જેમાં 144 જેટલા મેડલ્સ જીતવા 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેશે.કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કર્યું હતું.
કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ એન્ગ પોહ ઓંગ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ મહોમ્મદ અલહરબી, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને બાબુભાઈ દેસાઈ, મહેસાણાના લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, રમત ગમત – યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ સહદેવ યાદવ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે, કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025ના સંચાલકો – અધિકારી ઓ, રાજ્યના રમતગમત વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, એથલિટ્સ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં.
મંત્રીએ ઉદ્ઘાટન કાર્યકમ બાદ પ્રસ્તુત કરાયેલી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળીને સૌને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ વેઈટ લિફ્ટિંગ કર્યું હતું.