Mumbai તા.26
ભારત પર આવતીકાલથી 50 ટકા ટેરિફ ઝીંકવાના નિર્ણય વિશે અમેરિકી ટ્રમ્પ તંત્ર દ્વારા આદેશ જારી કરાયાનો ગભરાટ સર્જાયો હોય તેમ શેરબજારમાં આજે ગાબડુ પડયુ હતું. સેન્સેકસ 81000ની નીચે સરકી ગયો હતો. બીજી તરફ સોના-ચાંદી ઉછળ્યા હતા.
શેરબજારમાં આજે શરૂઆત ગેપડાઉન હતી. 50 ટકા અમેરિકી ટેરીફ મામલે છેલ્લી ઘડીએ કાંઈક નિરાકરણ આવી જવાનો આશાવાદ હતો. પરંતુ હવે ટ્રમ્પ દ્વારા આવતીકાલથી અમલ શરૂ કરવાનો આદેશ જારી કરી દેતા ગભરાટ ઉભો થયો હતો.
ટેરિફવોરના પરિણામ અર્થતંત્ર-નિકાસને અસર કરશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટેરિફની ઈફેકટ પર હવે નવો ટ્રેન્ડ નકકી થઈ શકે છે.
શેરબજારમાં આજે કોલકતા, ઈલેકટ્રીસીટી, બ્રિટાનીયા, એચડીએફસી બેંક, આઈશર મોટર્સ, મારૂતી જેવા શેરોમાં સુધારો હતો. વોડાફોન, વેદાંતા, ઝાયડસ લાઈફ, બીએસઈ, યસ બેંક, સુઝલોન જેવા શરોમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 600 પોઈન્ટના 81035 હતો તે ઉંચામાં 81450 તથા નીચામાં 80947 હતો. નિફટી 160 પોઈન્ટ ગગડીને 24807 હતો.
તે ઉંચામાં 24919 તથા નીચામાં 24755 હતો. સોના-ચાંદીમાં ઉછાળો હતો. સોનુ 450 ઉંચકાઈને 101070 હતુ. ચાંદી 750 વધીને 116700 હતી. ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટીને 97.33 હતો.