New Delhi તા.26
આમ આદમી પાર્ટીના નેતા અને પુર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહીત જુદા જુદા સ્થળે ઇડીએ દરોડા પાડયા છે. આ કાર્યવાહી હોસ્પિટલના નિર્માણમાં થયેલા ગોટાળાને લઇને કરાઇ છે. ઇડીના અધિકારીઓએ જણાવ્યું છે કે ઇડીની ટીમે હોસ્પિટલના નિર્માણમાં અનિયમીતતા સાથે સંકળાયેલ મની લોન્ડરીંગ કેસમાં ભારદ્વાજના ઘેર દરોડા પાડવામાં આવ્યા છે.
ગત જુન 24ના રોજ ‘આપ’ સરકારના સ્વાસ્થ્ય મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન અને સૌરભ ભારદ્વાજની વિરૂઘ્ધ હજારો કરોડથી વધુના કથિત હોસ્પિટલ કૌભાંડની તપાસને ઉપરાજયપાલ વી.કે.સકસેનાએ મંજુરી આપી દીધી હતી. તપાસ માટે ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ 22 ઓગસ્ટ 2024ના ફરીયાદ લીધી હતી.
તત્કાલીન મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન પર મીલીભગત કરીતે સ્વાસ્થય વિભાગમાં વ્પાપેલા ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો હતો. આમ આદમી પાર્ટીએ આ આરોપોનો ઇન્કાર કર્યો હતો. આરોપ હતો કે વર્ષ 2018-19માં 5590 કરોડ રુપીયાના ખર્ચની 24 હોસ્પિટલ પરિયોજનાઓ (11 ગ્રીન ફીલ્ડ અને 13 ગ્રાઉન્ડ ફીલ્ડ) સ્વીકૃત કરવામાં આવી હતી.
તેમાં મોટા પ્રમાણમાં હેરાફેરીનો આરોપ છે. 6800ના કુલ બંડની ક્ષમતા વાળી 7 આઇસીયુ હોસ્પિટલને 2021થી 6 મહીનામાં પુર્વ એન્જીનીયર સંરચનાઓના ઉપયોગ કરીને નિર્માણ માટે રૂ.1125 કરોડના ખર્ચની મંજુરી અપાઇ હતી. ત્રણ વર્ષથી વધુ સમય વિત્યા બાદ પણ 800 કરોડ રૂપિયાના ખર્ચની સાથે માત્ર 50 ટકા કામ પુરૂ થયું છે.