Amreli તા.26
રાજકોટ જિલ્લાના જસદણ ગામે રહેતી એક પરિણીતા તથા તેના પરીવારને આરોપી સાથે છેલ્લા ચાર વર્ષથી પારીવારીક સબંધો હોય અને ચાર વર્ષથી ભોગબનનાર પરણિતા આરોપીઓ માતા-પિતા તરીકે માનતા હોય, છતાં પણ આરોપીએ પતિએ પોતાની પત્નિની હાજરીમાં પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધતા ચકચાર મચી જવા પામેલ છે.
રાજકોટ જિલ્લાના જસદણ ગામે રહેતી એક પરિણીતા તથા તેના પરીવારને મુળ જૂનાગઢ જિલ્લાના બેલા ગામના વતની અને હાલ બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા શરદભાઇ મોહનભાઇ સાકળીયા તથા તેમનાં પત્નિ જયનાબેન શરદભાઇ સાકળીયા નામના આરોપીઓ સાથે છેલ્લા ચાર વર્ષથી પારીવારીક સબંધો હોય અને ચાર વર્ષથી ભોગબનનાર પરણિતા આરોપીઓ માતા -પિતા તરીકે માનતા હોય.
તેમ છતા ગત તા.23 ના રોજ રાત્રીના એક વાગ્યાના અરસામાં કોટડાપીઠા ગામે આરોપીઓએ ભોગબનનાર પરિણીતાને ઝાપટો મારી અને તેણી મમ્મી પપ્પાને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા આરોપીએ ભોગ બનનાર પરિણીતાની મરજી વિરૂઘ્ધ શરીર સબંધ બાંધી બળાત્કાર કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
બગસરા તાલુકાના જુની હળીયાદ ગામે રહેતા આરોપી હરેશભાઇ જયંતીભાઇ દાફડા તથા ગૌતમભાઇ જયંતીભાઇ દાફડા તે જે ગામે રહેતા પ્રવિણભાઇ બાલાભાઇ દાફડા નામના યુવકના દિકરા ધ્રુવીલ તથા તેમના ભત્રીજા કાના સાથે તા.24 ના રોજ આશરે 11/30 વાગ્યે તેના મિત્રની બર્થ ડે પાર્ટીમાં બોલાચાલી અને જગડો કરેલ હતો.
જે બાબતે પ્રવિણભાઇ દાફડા નામના યુવક તથા તેના સાળા આરોપીના ઘરે મીઠો ઠપકો આપવા ગયેલા ત્યારે આરોપીને સારુ નહી લાગતા એકદમ ઉશ્કેરાઇ જઇ યુવકને જેમફાવે તેમ ગાળો આપી હથિયાર ધારણ કરી આરોપીએ તલવારનો એક ઘા યુવકને મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી નાની-મોટી ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે.