Mumbai,તા.26
વિકી કૌશલની ફિલ્મ ‘મહાઅવતાર’ ફરી પાછળ ધકેલાઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષનાં એપ્રિલ પહેલાં ચાલુ થાય તેવી કોઈ શક્યતા નથી. અગાઉ, ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૬માં રીલિઝ કરી દેવાશે તેવી ચર્ચા હતી પરંતુ હવે આ ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ થાય તેવી ધૂંધળી શક્યતા છે.
વિકી કૌશલ હાલ ‘લવ એન્ડ વોર’ સહિતની ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી આ ફિલ્મનું શૂટિંગ શિડયૂલ ન ગોઠવાતું હોવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ, વાસ્તવમાં બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા મુજબ ફિલ્મનું બજેટ બહુ વધારે પડતું આંકવામાં આવ્યું હોવાથી તે અંગે હવે ફેરવિચારણા થઈ રહી છે. અમર કૌશિકના દિગ્દર્શન હેઠળની આ ફિલ્મમાં વિકી કૌશલ ભગવાન પરશુરામની ભૂમિકા ભજવવાનો છે. આ ફિલ્મ માટે તેણે કેટલાક મહિનાઓ સુધી ફિઝિકલ ટ્રેનિંગ પણ લેવી પડે તેમ છે.