Mumbai,તા.26
2023ની સુપરહિટ વેબ સિરીઝ ‘દહાડ’ના ફેન્સ માટે એક સારા સમાચાર છે. ડિરેક્ટર રીમા કાગતી અને સોનાક્ષી સિન્હા ‘દહાડ 2’થી ફરી એકવાર કમબેક કરવા માટે તૈયાર છે.
દહાડની પહેલી સીઝનને દર્શકો અને વિવેચકો બંને તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જે પછી તેની બીજી સીઝનની રાહ જોવાઇ રહી હતી.
સ્ક્રિપ્ટ તૈયાર, ડિસેમ્બર 2025થી શૂટિંગ શરૂ
રિપોર્ટસના અનુસાર રીમા કાગતીએ ’દહાડ 2’ની સ્ક્રિપ્ટ પૂરી કરી લીધી છે અને તેનાં પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. અહેવાલ છે કે આ સિરીઝનું શૂટિંગ ડિસેમ્બર 2025માં શરૂ થઈ શકે છે. સોનાક્ષી સિન્હા ફરી એકવાર સબ-ઇન્સ્પેક્ટર અંજલિ ભાટીના પોતાનાં દમદાર રોલમાં જોવા મળશે.
નવા વિલનની શોધ ચાલું
પહેલી સીઝનમાં વિજય વર્માએ વિલનનો રોલ કર્યો હતો, જેની ખૂબ પ્રશંસા થઇ હતી. હવે ‘દહાડ 2’ માટે એક મજબૂત વિલનની પણ શોધ કરવામાં આવી રહી છે.
મેકર્સનું કહેવું છે કે, બીજી સીઝનમાં વિલનનું પાત્ર ખૂબ જ દમદાર હશે અને તેનાં માટે એક મોટા એક્ટરને કાસ્ટ કરવામાં આવશે. ‘દહાડ 2’ પણ એક થ્રિલર સિરીઝ હશે, જેમાં સમાજ સાથે જોડાયેલો એક મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવશે. આ સીરિઝને એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે.