પર્વતારોહક ક્રાંતિભાઈ પટેલે વિશ્વના ઊંચા શિખરોમાંના એક એવા માઉન્ટ એલબ્રુસને સફળતાપૂર્વક સર કર્યું
Vapi , તા.૨૨
વાપીના સાહસિક પર્વતારોહક ક્રાંતિભાઈ પટેલે વિશ્વના સૌથી ઊંચા શિખરોમાંના એક એવા માઉન્ટ એલબ્રુસને સફળતાપૂર્વક સર કરી વાપી સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માઉન્ટ એલબ્રુસ પર તિરંગો લહેરાવી તેમણે પોતાની સાહસિક સિદ્ધિમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કર્યો છે. વાપીના સાહસિક પર્વતારોહક ક્રાંતિભાઈ પટેલે યુરોપ ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલબ્રુસનું સફળતાપૂર્વક આરોહણ કર્યું છે. ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સમુદ્ર સપાટીથી ૫,૬૪૨ મીટર એટલે કે ૧૮,૫૧૦ ફૂટની ઊંચાઈ ધરાવતા માઉન્ટ એલબ્રુસના શિખર પર પહોંચીને તેમણે તિરંગો લહેરાવ્યો હતો.માઉન્ટ એલબ્રુસ રશિયા તેમજ યુરોપ ખંડનું સૌથી ઊંચું શિખર છે અને વિશ્વની સેવન સમિટ્સ પૈકીનું એક છે. આ અગાઉ ક્રાંતિભાઈ પટેલે ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ આફ્રિકા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલિમાન્જારોનું પણ સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું.
માઉન્ટ એલબ્રુસનું આરોહણ ક્રાંતિભાઈ માટે પડકારજનક રહ્યું હતું. ચઢાણ દરમિયાન સતત બરફવર્ષા, ભારે પવન અને હિમવર્ષા સહિતની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. ચઢાણ દરમિયાન તાપમાન આશરે માઈનસ ૧૦ ડિગ્રી સુધી ઘટી ગયું હતું. જ્યારે વિન્ડચિલના કારણે માઈનસ ૩૫ ડિગ્રી જેવી ઠંડીનો અનુભવ થયો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ મક્કમ મનોબળ અને સાહસ સાથે ક્રાંતિભાઈએ માઉન્ટ એલબ્રુસનું શિખર સર કર્યું હતું.
વાપીના ચલા વિસ્તારમાં એકલવાયું જીવન ગાળતા કાંતિ ભાઈ પટેલ…વાપીની એક ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે નિવૃત થયેલ ૬૩ વર્ષીય કાંતિભાઈની પત્ની ૨૦૧૪ માં દેહાંત બાદ એકલવાયું જીવન ગાળતાહતા .જોકે નિવૃતી બાદ સતત તેઓ પ્રવૃતિમય રહી અને યુવાનો ને પણ શરમાવે જેવા શોખ પાડ્યા અને તેમનો એક એવા ટ્રેકિંગ અને સાયકલિંગ ના શૌકીન કાંતી ભાઈ આ ઉંમરે પણ પર્વતારોહક તરીકે અનેક સિદ્ધિઓ હાંસિલ કરી છે.
૬૭ વર્ષીય વૃદ્ધ ને ટ્રેકિંગ નો ભારે શોખ છે .તેઓ સાયકિલિંગ માં પણ અનેક રેકોર્ડ કરી ચૂક્યા છે. છેલ્લા ૩ વર્ષ માં ૫૫ હજાર કિલોમીટર થી વધુ સાયકલ ચલાવી ચૂક્યા છે..સાથે સાથે ભારત ના હિમાલય સહીત ના અનેક ડુંગરો તેમને સાયકલ પર સર કરેલા છે. સાયકલ ચલાવવા ના શોખીન કાંતિ ભાઈ પટેલ રોજ ના ૩૦ કિલોમીટર થી વધુ સાયકલ ચલાવે છે..અત્યાર સુધી તેઓ ભારતના લગભગ તમામ શહેરોમાં સાયકલ ચલાવી ચૂક્યા છે.
સાથે જ ત્રણ વર્ષમાં તેઓ લેહ, માઉન્ટ આબુ , કૈલાસ માન સરોવર મનાલી સહિતના ઊંચા સ્થળોએ પણ સાઇકલ ચલાવી ચુક્યા છે.. વાપીના ૬૭ વર્ષીય કાંતિભાઈ આ ઉમર માં પંચ કૈલાશી બની અનોખો રેકોર્ડ કર્યો છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં મંદિર ના ઓટલે સમય ગુજારતા વૃધો ની તંદુરસ્તી પણ નબળી પડતી હોય છે, ત્યારે રોજની ૩૦ કિલોમીટર સાઇકલ ચાલવતા કાંતિભાઈ આજે પણ તંદુરસ્ત જીવન પસાર છે . ત્યારે અનેક યુવાનો માટે કાંતિભાઈ પ્રેરણા રૂપ બન્યા છે.

