Junagadh તા. 27
જુનાગઢમાં આંગણવાડી કાર્યકરની ભરતીની અરજી માટે જરૂરી રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તા.૨૭ ઓગસ્ટના રોજ રજાના દિવસે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે.
સરકાર દ્વારા હાલ આંગણવાડી ભરતીના તા.૮/૮/૨૦૨૫ થી તા.૩૦/૮/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલ છે. આ જાહેરાતમાં અરજદારે મામલતદારના સહી સીકકાવાળુ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની સૂચના છે. આ કામગીરીના ભારણ અને લોકોની સુવિધા સચવાય એ માટે માત્ર ઉકત રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જન સેવા કેન્દ્ર અરજી રજૂ કરવા તા. ૨૭/૮/૨૦૨૫ના રોજ સમય સવારે ૧૧ કલાક થી ૧૪ કલાક સુધી જાહેર રજાના દિવસ દરમિયાન મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય ચાલુ રહેશે. એમ જૂનાગઢ મામલતદારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.