સૈયામી ખેર પહેલી વાર અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને ડિરેક્ટર પ્રિયદર્શન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે
Mumbai,, તા.૨૭
અભિનેત્રી સૈયામી ખેર સત્તાવાર રીતે પ્રિયદર્શનની ફિલ્મ ‘હૈવાન’ના કલાકારો સાથે જોડાઈ ગઈ છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારો અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે એવી આ ફિલ્મનું શૂટિંગ કોચીમાં શરૂ થઈ ગયું છે અને તેની પહેલાંથી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે.‘હૈવાન’ ઘણા કારણોસર એક ખાસ ફિલ્મ બની રહી છે. સૈયામી ખેર પહેલી વાર અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને ડિરેક્ટર પ્રિયદર્શન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. દર્શકો માટે અક્ષય અને સૈફ છેલ્લે ‘ટશન’માં જોવા મળ્યા હતા અને હવે, ૧૮ વર્ષ પછી અક્ષય અને સૈફના લાંબા સમય પછી સાથે આવશે, ફિલ્મનું શૂટિંગ તેજીથી ચાલી રહ્યું હોવાથી, ફિલ્મની આસપાસ અપેક્ષાઓ વધતી જાય છે.આ ફિલ્મમાં કામ કરવા પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં સૈયામી ખેરે કહ્યું, “હૈવાનના સેટ પર કામ કરવાનો મારો અનુભવ ખુબ સુંદર રહ્યો છે. મને હજુ પણ યાદ છે કે હું એ નાની છોકરી હતી જે થિયેટરમાં આંખો પહોળી કરીને બેઠી હતી અને અક્ષય સરને એક્શનની નવી પરિભાષા આપતા જોતી હતી અથવા સૈફ સરના સરળ કોમિક ટાઇમિંગ પર સતત હસતી હતી, જે ફિલ્મો અમારા નાનપણના વર્ષોનો ભાગ બની ગઈ હતી. તે સમયે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ હું ખરેખર એવા લોકો સાથે સેટ પર હોઈશ જેમની ફિલ્મોએ સિનેમા પ્રત્યેના મારા પ્રેમને આકાર આપ્યો હતો.”સૈયામીએ કહ્યું, “હવે એવો સમય આવ્યો છે કે, હું આસપાસ જોઉં છું અને મારી જાતને યાદ કરાવું છું કે આ વાસ્તવિક છે. આ એ જ ચહેરાઓ છે જે મેં એક સમયે પ્રેક્ષકો સાથે જોયા હતા અને આજે હું તેમની સાથે ળેમ શેર કરી રહી છું, અને પછી પ્રિયન સર છે. મારા માટે, તે ફક્ત એક ડિરેક્ટર નથી, તે એક વાર્તાકાર છે જેમણે આપણને કેટલીક સૌથી લોકપ્રિય ફિલ્મ આપી છે. તેમના દ્રષ્ટિકોણ પરથી માર્ગદર્શન મેળવવું એ એવી બાબત છે જે હું હંમેશા યાદ રાખીશ. તેમની ફિલ્મોએ મને ફિલ્મ સાથે પ્રેમમાં પડવામાં મોટો ભાગ ભજવ્યો છે, હવે તેમના સેટ પર હોવું એ જીવનનું એક ચક્ર પૂરું કરવા જેવું છે. અમે હમણાં જ શૂટિંગ શરૂ કર્યું છે, પરંતુ હું ફક્ત તે બધું, ઉત્સાહ, નર્વસનેસ, કૃતજ્ઞતામાં ડૂબી ગઈ છું. મારું મન ભરાઈ ગયું છે અને હું એક એવી ફિલ્મનો એક નાનો ભાગ બનવા માટે અતિ ધન્યતા અનુભવું છું જે પહેલાથી જ ખૂબ જ ખાસ લાગે છે.”કેમેરાની સામે અને પાછળ બંને પ્રતિભાના અનોખા સંયોજન સાથે ‘હૈવાન’માં શ્રિયા પિલગાંવકર પણ જોવા મળશે.