Upleta, તા. 28
ઉપલેટા શહેરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગોંડલ સ્ટેટ વખતના હેરિટેજ ટાવર બિલ્ડીંગના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જન્માષ્ટમીના મેળાનું તાત્કાલિક અસરથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ મેળો કોની મંજૂરીથી અને ક્યારે જાહેરાત થઈ તેની હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી નાગરિકો સમક્ષ સામે આવી નથી પરંતુ અહીંયા મેળો યોજવામાં તો આવ્યો હતો.
પરંતુ મેળો યોજાઈ ગયા બાદ છેલ્લા એક અઠવાડિયા જેટલો પૂર્ણ થયો છતાં પણ આજ દિન સુધી મેળાના આયોજકો કે મેળો રાખનાર કોન્ટ્રાક્ટર રમતગમતના ગ્રાઉન્ડને ખંઢેર બનાવી ગાયબ થઈ ચૂક્યા હોવાની રમતવીરોની ફરિયાદ ઉઠવા પામી જેમાં આજ સુધી કોઈ પણ સમારકામ ન કરતા રમતવીરોમાં ભારે રોષ ફેલાયો હોવાનું સામે આવી રહ્યું છે.
ઉપલેટાના જાગૃત નાગરિકો, જાગૃત એડવોકેટ સહિતનાઓ દ્વારા રમતગમતના આ ગ્રાઉન્ડ ઉપર યોજવામાં આવેલ આ મેળાનો ગાયના નામે ઉપયોગ કરેલ છે પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ રમત-ગમતના ગ્રાઉન્ડમાં મેળાનું કે, અન્ય ધાર્મિક કાર્યક્રમો ન કરવા બાબતે વિરોધ કરે છે તો તેમને સામ, દામ, દંડ, ભેદ અને ધાક ધમકીઓ આપીને રમતગમતના ગ્રાઉન્ડ ઉપર મેળો તેમજ ધાર્મિક કાર્યક્રમો વારંવાર યોજી ગોંડલ સ્ટેટના મહારાજા ભગતસિંહજી દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય ક્રિકેટ ગ્રાઉન્ડને વારંવાર પતન અને રાજકીય જસ ખાટવા તેમજ ધર્મ અને ગાય માતાના નામે વારંવાર ઉપયોગ કરી ઉપયોગ કર્યા બાદ ખંઢેર હાલતમાં છોડીને જતા રહે છે.
બાદમાં સમારકામ કરવા માટે કોઈ દેખાતું નથી પરિણામે ક્રિકેટ રશિયાઓ અને રમતવીરોમાં તેમજ અહીં આ ગ્રાઉન્ડનો ચાલવામાં અને દોડવામાં ઉપયોગ કરનારાઓની અંદર ભારે રોષ ફેલાયો છે.