Amreli, તા. 28
લીલીયા તાલુકામાં રોઝ અને ભૂંડનો ખુબ જ ત્રાસ છે. ખેડૂતે મહામહેનતે ઉગાડેલો પાક રોઝ અને ભૂંડ ખાય જાય છે. તાર ફેન્સીંગ હોવા છતાં રોઝ અને ભૂંડ ખેતરમાં તાર તોડીને ઘૂસી જાય છે અને પરસેવો પાડીને ઉગાડેલો પાક એક જ રાતમાં સાફ કરી નાખે છે. જેથી ખેડૂત લાચાર અને વિવશ બની જાય છે.
ખેડૂતોની ફરિયાદ લાંબા સમયથી છે. જેનો હલ થતો નથી. સરકાર આ બાબતે ખેડૂતની મદદે આવે તો ખેડૂતની મુશ્કેલી ઓછી થાય.રોઝ અને ભૂંડને જંગલમાં મૂકી આવવા જોઈએ જેથી સિંહને ખોરાકની શોધમાં ભટકવુ ન પડે અને ખેડૂતને રોઝ અને ભૂંડના ત્રાસમાંથી મુકિત મળી જાય. સરકાર આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારણા કરી ખેડૂતને મદદરૂપ થાય તેવી લોક માંગણી ઉભી થઈ છે. તેવું આ વિસ્તારના ભાજપ અગ્રણી ભાસ્કરભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવે છે.