Jasdan,તા.28
તરણેતર ગ્રામિણ ઓલિમ્પિકમાં વિંછીયાના મોઢુકાની મોળીલા પ્રાથમિક શાળાનું ગૌરવપૂર્ણ પ્રદર્શન ખેલ કુદમાં વિજેતાઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા.તરણેતર ગ્રામિણ ઓલિમ્પિકમાં વિછીયાના મોઢુકાની મોળીલા પ્રાથમિક શાળાના ભાઈઓ તથા બહેનોની લંગડીની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રમત દરમિયાન ખેલાડીઓએ દોડ, કૂદકા અને સંતુલન સાથે ઉત્તમ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ખેલ પ્રત્યેની લગન અને સતત મહેનતના પરિણામે બંને ટીમોએ તૃતીય સ્થાન મેળવ્યું હતું .
વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.વિદ્યાર્થીઓની સિદ્ધિથી શિક્ષકો, વાલીઓ તથા ગામલોકોમાં આનંદ અને ગર્વની લાગણી છવાઈ ગઈ હતી.