Prabhaspatanતા.28
સોમનાથમાં વરસાદી પાણી આવતા નદી નાણા વિસ્તાર બગલાઓના ચલપહલથી ધમધમતો થયો તાજેતરના હારે વરસાદથી હિરણ-2 ડેમના સાત દરવાજા ખોલાતા સોમનાથ હીરણ નદીમાં ભારે પાણી આવતા અને નદી ભરચક બનતા નદી કાંઠાની આસપાસ કે ત્યાં ખાબોચ્યા પાણીના ખાડાઓમાં મહેમાન બન્યા છે સોમનાથના સદભાવના મેદાન કે જે મેળાના મેદાન તરીકે પણ ઓળખાય છે ત્યાં બગલાઓએ ધામા નાખ્યા છે.
એની જમીન અને ખાબોચિયા પાણી તથા નદીમાં જળચર માછલીઓ તથા જીવજંતુ શિકાર તેનો મુખ્ય આહાર છે. આ બગલાઓ રંગરૂપ નવીનતમ હોય લોકો નિહાળવા એકઠા પણ થાય છે લાંબા પગ લાંબી ડોક અને ઉડતી વખતે અંગ્રેજી એસ આકાર ડોક પાછળ ખેંચી પાક ફફડાવી ઉડતા બગલાવો રાત્રે અને દિવસે પણ શિકાર કરી શકવા શક્તિમાન હોય છે.
આમ તો અહીં જીઆઇડીસી એરિયામાં બગલાઓ જોવા મળે છે પરંતુ નવીનતમ જેવા લાગતા બગલાઓ સાસણના જંગલમાં
વધુ જોવા મળે છે શિકાર માટેની ધીરજ સ્થિરતા અને જ્યારે શિકાર મળે ત્યારે ચાલવાની ઝડપથી તિવ્રતા સાથે લક્ષ્ય ઉપર દોડી જાય છે તેની ચાંચ શિકાર ઉપર ભાલાની ધાર જેમ લગાવી શિકારને મહાત કરે છે.