Rajkot. તા.28
ડ્રગ્સની હેરફેરના ગુનામાં ફરાર આનંદનગરના મીલન ડાભીને નાસતા ફરતા ટીમે નાણાવટી ચોક પાસેથી પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ, ડીસીપી રાકેશ દેસાઈની રાહબરી હેઠળ પીએસઆઇ આર.એચ ઝાલા અને સ્કોડ ઝોન 2ની ટીમને બાતમી મળી હતી કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નશાકારક પદાર્થની હેરફેરના ગુનામાં નાસતો ફરતો શખસ મિલન કિરીટ ડાભી (રહે આનંદ નગર બગીચાની સામે બ્લોક નંબર 9 તથા નાણાવટી ચોક આરએમસી આવાસ યોજના ક્વાર્ટર નંબર 270) તેમના ઘરે આવેલ છે, પોલીસે શખસને તેમના ઘરેથી પકડી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપી સામે અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અને પડધરી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધાઈ ચૂક્યા છે.