Gandhinagar, તા. 28
ઔદ્યોગિકથી માંડીને સ્પોર્ટસ સુધી તમામ ક્ષેત્રોમાં નવા સીમાચિહ્ન સ્થાપી રહેલા ગુજરાતમાં હવે ફિલ્મ ઉદ્યોગનો અત્યંત પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ યોજાવાનું શરૂ થશે. આ માટે આજે રાજ્ય સરકાર દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કરણ જોહર સહિતની બોલીવુડ સેલીબ્રીટી પણ હાજર રહી હતી.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં ફિલ્મફેર એવોર્ડ શો યોજવાના કરાર પર સહી સિકકા કરવામાં આવ્યા હતા. આ તકે રાજયના પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત બોલીવુડ નિર્માતા કરણ જોહર તેમજ વિક્રાંત મેસી વગેરે પણ હાજર રહ્યા હતા. આ કરારને પગલે ફિલ્મ ઉદ્યોગનો પ્રતિષ્ઠિત ફિલ્મ ફેર એવોર્ડ હવે ગુજરાતમાં યોજાવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.
ઓકટોબર મહિનામાં આ ફિલ્મફેર એવોર્ડ યોજવામાં આવે તેવી સંભાવના છે. ફિલ્મફેર એવોર્ડ માટે ગુજરાત સરકારના કરાર રાજય માટે એક મહત્વનું કદમ છે. ગુજરાત ઉદ્યોગ સેમી કન્ડકટર શસ્ત્ર ઉત્પાદન, કૃષિ સહિતના ક્ષેત્રોમાં આગવું નામ ધરાવે છે હવે કોમનવેલ્થ ગેમ્સમાં આયોજન સાથે સ્પોર્ટસનું પણ હબ બને તેમ છે તેવા સમયે હવે બોલીવુડનો પ્રતિષ્ઠિ એવોર્ડ શો પણ ગુજરાતમાં યોજાશે.