Gondal તા.28
ગોંડલનાં સ્વપ્નદ્રષ્ટા રાજવી મહારાજા ભગવતસિહનાં સમયમાં બંધાયેલુ અને બાંધકામનાં ઉત્કૃષ્ટ નમુનારૂપ વેરીતળાવ ઓવરફ્લો થયુ છે. ઓટોમેટિક 75 પાટીયા ધરાવતુ વેરીતળાવ હાલ પાટિયા પરથી 2 ઈંચ ઓવરફ્લો થઈ રહ્યું છે.
ઉપરવાસમાં વરસાદ પગલે ડેમમાં વિપુલપ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હતી. વેરીતળાવમાં હાલ 280 ક્યુસેક પાણીની આવક સાથે તેટલી જાવક નોંધાઈ છે. વેરીતળાવમાં 162 એમસીએફટી પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.
વોટરવર્કસ ચેરમેન શૈલેષભાઈ રોકડે જણાવ્યું કે આગામી જાન્યુઆરી સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયોછે. વેરી તળાવ ઓવરફ્લો થતા તૈયારીને લઈને તંત્ર દ્વારા ગોંડલ, કંટોલીયા, વોરાકોટડા સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવાની અપાઈ સૂચના અપાઇ છે.