Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    29 ઓગસ્ટ નું પંચાંગ

    August 28, 2025

    29 ઓગસ્ટ નું રાશિફળ

    August 28, 2025

    ભારતની શક્તિ અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય-લોકશાહી,વસ્તી અને કુશળ કાર્યબળનો સંગમ

    August 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 29 ઓગસ્ટ નું પંચાંગ
    • 29 ઓગસ્ટ નું રાશિફળ
    • ભારતની શક્તિ અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય-લોકશાહી,વસ્તી અને કુશળ કાર્યબળનો સંગમ
    • વૈશ્વિક સ્વાર્થી રાજકારણનું સૌથી મોટું ઉદાહરણ 2022,Russia-Ukraine war અને ટ્રમ્પ ટેરિફ નીતિ
    • Editorial…ટેરિફ પછી,એચ-૧બી વિઝા નાબૂદ કરવા માટે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે
    • Vision 2047 આત્મનિર્ભર ભારતમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-21
    • Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૮.૨૦૨૫ ના રોજ..

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૩૫ સામે ૮૧૩૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૭૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૮૯ સામે ૨૪૯૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ગણેશ ચતુર્થી નિમિતે ભારતીય શેરબજાર બંધ રહ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી વધારાની ૨૫% ડ્યુટી લાગુ થવાના પગલે મંગળવારે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વિશ્વને ટેરિફના નામે અનિશ્ચિતતામાં ધકેલનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન મામલે રશીયાને યુદ્ધનો અંત લાવવા મનાવવામાં હાલ તુરત નિષ્ફળ રહ્યા હોવા સામે રશીયા, ચાઈના એક બનીને અમેરિકાને હંફાવવા રણનીતિ ઘડી રહ્યા હોઈ અમેરિકાની વધતી અકળામણ વચ્ચે ભારતીય શેરબજારમાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ફરી હેમરિંગ કર્યું હતું.

    ભારત પર આકરાં ટેરિફ લાદીને દબાણ લાવવાના પ્રયાસ સામે ભારતના રશીયા સાથેના સંબંધ વધુ મજબૂત બની રહ્યા હોઈ ટ્રમ્પ ગમે તે ઘડીએ ભારત સામે વધુ અંકુશાત્મક પગલાં લેશે એવી ભીતિએ અને બીજી તરફ નિષ્ણાંતો ભારતીય બજારોને બદલે ચાઈના અને દક્ષિણ કોરિયાના બજારો રોકાણ માટે વધુ આકર્ષક હોવાનો મત વ્યક્ત કરવા લાગતાં વિદેશી ફંડોની વેચવાલી વધવાની ધારણાએ પણ તેજીનો વેપાર હળવો થયો હતો.

    ભારતીય શેરબજાર હાલ ઊંચા ટેરિફ અને એફઆઈઆઈ વેચવાલી જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. જો કે, સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિઓ મજબૂત હોવાથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદીએ માર્કેટને ટેકો આપ્યો છે.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો આવવાના આપેલા સંકેત બાદ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે યુક્રેને દ્વારા રશિયાના ઓઈલ મથકો પર હુમલા કર્યા હોવાના અહેવાલે ક્રુડઓઈલનો પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ભાવમાં ઉછાળો નોંધાયો હતો.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર એફએમસીજી સેક્ટરલ વધ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૯૧ અને વધનારની સંખ્યા ૧૨૨૦ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર ૨.૩૮%, મારુતિ સુઝુકી ૧.૮૫%, આઈટીસી લિ. ૦.૯૩%, ટાટા કન્સલ્ટન્સી લિ. ૦.૪૯% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે સન ફાર્મા ૩.૪૦%, ટાટા સ્ટીલ ૨.૮૮%, બજાજ ફાઈનાન્સ ૨.૬૭%, ટ્રેન્ટ લિ. ૨.૪૫%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૦૨%, બજાજ ફિનસર્વ ૨.૦૦%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯૫%, એક્સિસ બેન્ક ૧.૮૬% અને લાર્સન લિ. ૧.૭૬% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૫૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૯.૪૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા બુધવારથી લાગુ થનારી એકંદર ૫૦% ટેરિફની સ્થાનિક સ્તરે આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર જણાશે તો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નીતિવિષયક પગલાં દ્વારા તેને પ્રતિસાદ આપશે એમ રિઝર્વ બેન્કના ગવર્નરે જણાવ્યું હતું. ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ વસૂલવાનું શરૂ કરી દેવાયું છે અને ૨૭ ઓગસ્ટથી બીજા ૨૫% વસૂલવા અમેરિકાએ જાહેરાત કરી છે. અનિશ્ચિતતા વચ્ચે ફુગાવાને નિયંત્રણમાં લેતી વખતે રિઝર્વ બેન્કે વર્તમાન વર્ષના ફેબ્રુઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટ ૧% ઘટાડી ૫.૫૦% લાવી દીધો છે. વર્તમાન નાણાં વર્ષ માટે રિઝર્વ બેન્કે ભારતનો જીડીપી અંદાજ ૬.૫૦% મૂકયો છે.

    ટેરિફની ભારત પર એકંદર અસર નહીંવત હશે પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ્સ તથા એમએસએમઈ જેવા કેટલાક ક્ષેત્રો એવા છે જેના પર અસર પડવાની શકયતા રહેલી છે. ભારત સરકાર મુકત વેપાર કરારો તરફ પણ નજર દોડાવી રહી છે. કેટલાક કરારો તો લાગુ પણ થઈ ગયા છે. આવનારા વર્ષોમાં ત્રીજા મોટા અર્થતંત્ર બનવા માટે ભારત સજ્જ છે. સેવા ક્ષેત્રની મજબૂત નિકાસ તથા ઈનવર્ડ રેમિટેન્સિસના વિક્રમી સ્તરના ટેકા સાથે ભારતની ચાલુ ખાતાની ખાધ નીચી રહેવા પામી છે. દેશનું બહારી ક્ષેત્ર મજબૂત છે અને દેશનું ૬૯૫ અબજ ડોલરનું ફોરેકસ રિઝર્વ ૧૧ મહિનાના આયાત બિલને પહોંચી વળાય એટલું છે.

    તા.૨૮.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૬.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૫૭૫ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ઈન્ફોસીસ લિ. ( ૧૫૨૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૯૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૩૯ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૫૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૨૬૨ ) :- રૂ.૧૨૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ભારત ફોર્જ ( ૧૧૨૦ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૫૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૦૫૨ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૦૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૭૩ થી ૧૦૮૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ભારતી એરટેલ ( ૧૯૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૩૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૮૩ થી રૂ.૧૮૭૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૪૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૪ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૪૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૪૨ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૦૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૪૯ ) :- આર્યન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૩૦ થી રૂ.૧૦૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી બેન્ક ( ૯૭૦ ) :- રૂ.૯૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૫ થી રૂ.૯૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    રૂા.22 લાખ કરોડની Income Tax વસુલાત બાકી

    August 28, 2025
    રાષ્ટ્રીય

    Tariff Effect: જીડીપી આપી રહી છે સુસ્તીના સંકેત: ઘટીને 6.7 ટકા થવાનું અનુમાન

    August 28, 2025
    રાષ્ટ્રીય

    Tariff સામે ભારતની રણનીતિ : 40 દેશો સાથે વેપાર વધારશે

    August 28, 2025
    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    29 ઓગસ્ટ નું પંચાંગ

    August 28, 2025

    29 ઓગસ્ટ નું રાશિફળ

    August 28, 2025

    ભારતની શક્તિ અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય-લોકશાહી,વસ્તી અને કુશળ કાર્યબળનો સંગમ

    August 28, 2025

    વૈશ્વિક સ્વાર્થી રાજકારણનું સૌથી મોટું ઉદાહરણ 2022,Russia-Ukraine war અને ટ્રમ્પ ટેરિફ નીતિ

    August 28, 2025

    Editorial…ટેરિફ પછી,એચ-૧બી વિઝા નાબૂદ કરવા માટે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે

    August 28, 2025

    Vision 2047 આત્મનિર્ભર ભારતમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે

    August 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    29 ઓગસ્ટ નું પંચાંગ

    August 28, 2025

    29 ઓગસ્ટ નું રાશિફળ

    August 28, 2025

    ભારતની શક્તિ અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય-લોકશાહી,વસ્તી અને કુશળ કાર્યબળનો સંગમ

    August 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.