New Delhi તા.29
મતદાર યાદીમાં ગોટાળા જાહેર કરીને સરકાર તથા ચુંટણીપંચ સામે મેદાને પડેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક જ ઘરમાં 947 મતદારો હોવાનો વધુ એક ઘટ્ટસ્ફોટ કર્યો છે અને નવા સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીના આ આરોપ બાદ ચૂંટણીતંત્ર તથા વહીવટીતંત્ર હરકતમાં આવ્યુ હતું અને એવો બચાવ રજુ કર્યો હતો કે મકાનોમાં કોઈ નંબર ન હોવાના કારણોસર મતદારોના મકાન નંબર `કોમન’ તરીકે નાખી દેવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ ટવિટમાં ચૂંટણીપંચનો ચમત્કાર ગણાવીને એક મકાનમાં 947 મતદારો હોવાની પોસ્ટ મુકી હતી. સતાવાર મતદાર યાદીમાં મકાન નં.6માં 947 મતદાર દર્શાવવામાં આવ્યા છે. હકીકતે આવુ હોઈ શકે?
બોધગયા જીલ્લાના નદાની ગામનો આ કિસ્સો છે. ગામમાં સેંકડો મકાનો અને પરિવારો છે. પરંતુ સમગ્ર ગામને કાલ્પનિક મકાન તરીકે ગણી દેવાયુ છે.