Jasdan તા.29
સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીની હવેલીમાં રાધાષ્ટમી મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. જસદણ શ્રીનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ શ્રીનાથજી હવેલી જસદણમાં બહેનો માટે ચાલતા રાધેકૃષ્ણ ગોપી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 31-08-2025 ને રવિવારે ભાદરવા સુદ આઠમના રોજ રાધાષ્ટમી મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે સવારે 9 કલાકે બાળકો દ્વારા રાધાજી અંગે સ્પીચ, 9.30 કલાકે બાળકો દ્વારા ધાર્મિક નૃત્ય,10 કલાકે રાધાજીના જીવન વિશે પ્રશ્નોતરી,11 કલાકે બહેનો દ્વારા ગોપી રાસ,11.30 કલાકે પલના નંદ મહોત્સવ તિલક દર્શન કીર્તન તથા આરતી તથા બપોરે 12.30 કલાકે બહેનો માટે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.
રાધાષ્ટમી ઉત્સવના સમગ્ર મહોત્સવના મનોરથી ભરતભાઈ જનાણી તથા ચંદ્રિકાબેન જનાણી છે. આ કાર્યક્રમ રાધેકૃષ્ણ ગોપી ગ્રુપમાં સભ્ય થયેલા તમામ બહેનો માટે યોજાયો છે. મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશી ઠાકોરજીની આરતી ઉતારશે તેમજ તિલક કરશે.