Gondal તા.29
દિવ્ય અખંડ દિવ્ય શતાબ્દી તેમજ માતા ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દી નિમિતે શાંતિ કુંજ હરિદ્વાર થી નીકળેલી જયોતી કલશ રથ યાત્રા ગોંડલમાં 30 થી 3/9 એમ પાંચ દિવસ દિવ્ય ગોંડલ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરશે.
તા.30મી ઑગસ્ટના સાંજે 5 વાગે બ્રહ્માણી નગરના 01 સપ્ટેમ્બર એ સવારે 10 વાગ્યે જલારામ મંદિર, 11 વાગ્યે શાળા ન.16, 11.30 વાગ્યે વડલેશ્વર મહાદેવ મંદિર પુનિત નગર 2.30 ગ્રીનપાર્ક, 3.30 એ શ્રી ગયાત્રી મંદિર તેમજ 02 સપ્ટેમ્બર એ સવારે 8.30 કલાકે સુરેશ્વર પાર્ક, 9.30 રોયલપાર્ક, સાંજે 4 વાગે કાદવની નગર રામજી મંદિર તથા સાંજે 5.30 કલાકે પંચવટી સોસાયટી તેમજ 03 સપ્ટેમ્બર એ સવારે 8.30 ધારાસભ્ય નિવાસ સ્થાન 9.00 વાગ્યે રાજકુંવરબા સ્કૂલ 10 વાગ્યે સ્વામીનારાયણ મંદિર તથા 3.30 એ યુએલડી ક્ધયા છાત્રાલય સાંજે 4 વાગ્યે ગંગોત્રી સ્કૂલ ખાતે પહોંચશે ભાવીકોને જયોતી કલશ રથ યાત્રાના દર્શન,પૂજન અર્ચન કરવા જણાવાયું છે.