બિલ ઓફ એન્ટ્રી- કટ ઓફ ડેટ ગણાશે: સોફટડ્રિન્કસ-આઈસ્ક્રીમ સહિતના કોમર્શિયલ વપરાશકારોને માટે વધુ કડક જોગવાઈ
New Delhi,તા.25
દેશમાં ખાંડના ભાવમાં જબરા ઉછાળા અને તહેવારોની મૌસમ સમયે જ આ કોમોડીટી મોંઘી થતા સરકારે ઓકટોબર સુધી 10 લાખ ટન ખાંડની આયાતને મંજુરી આપી છે તેમાં હવે સરકાર આયાતી ખાંડ બંદર પર પડી ન રહે કે સંગ્રહાખોરી ન થાય તે માટે આયાતના નિયમો પણ કડક બનાવ્યા છે. ટેરિફ રેટ કવોટા હેઠળ વિદેશથી આયાત થતી કાચી ખાંડના રીફાઈન્ડ કરીને બે માસમાં જ દેશમાં વેચાણમાં મુકવાનું ફરજીયાત બનાવ્યુ છે એટલે કે દેશમાં આયાત થતી કાચી ખાંડ રીફાઈન્ડ કરવી પડે છે. જે પ્રક્રિયા 60 દિવસમાં પુરી કરવી પડશે.
સરકારે સ્ટોક નિયંત્રણ લાદયા છે તેમાં રીફાઈન્ડ ખાંડને પણ લાગુ થશે જેના કારણે દેશમાં ખાંડનાં પુરવઠો સરળ બની રહેતા ભાવ ઘટવા લાગશે. આ પ્રકારે આયાતી કાચી ખાંડમાં બિલ-ઓફ એન્ટ્રી ભારતના બંદરમાં જે તારીખે દાખલ થાય એટલે કે કસ્ટમ કલીયરન્સ મળી જાય તે તારીખ ગણવામાં આવશે. જેના બે માસમાં રિફાઈન્ડ કરીને વેચવાની ફરજીયાત બની જશે. 10 લાખ ટન ખાંડ લોકો સુધી પહોંચે તે જરૂરી છે.
સરકારે ખાંડનાં વ્યાપારી ઉપયોગ કરનાર સોફટડ્રીન્કસ અને આઈસ્ક્રીમ સહિતના ઉત્પાદનો કરતી કંપનીઓ-એકમો માટે પણ સ્ટોક નિયંત્રણ લાગુ કર્યા છે. સરકારનો દાવો છે કે દેશમાં ખાંડનો પુરતો સ્ટોક છે. ઈથેનોલ બનાવવા માટે ઉપયોગ બાદ 279 લાખ ટન ખાંડનો સ્ટોક રહેશે. દેશમાં માંગ 280-285 લાખ ટનની છે પણ વરસાદી સ્થિતિની ખાંડનું ઉત્પાદન ઘટીને 306 લાખ ટન થશે જે અગાઉ 343 લાખ ટનનો અંદાજ હતો.

