Salangpur તા.29
હરિકૃષ્ણ મહારાજ વડતાલ એવં શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુરના રૂડા આશીર્વાદથી સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીતથાસંતો વિદેશમાં આગામી તારીખ: 29 ઓગસ્ટથી 26 સપ્ટેમ્બર સુધી સત્સંગ વિચરણ અને ધર્મના પ્રચાર-પ્રસાર માટે જઈ રહ્યા છે.
ત્યારે પહેલાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આશીર્વાદ લીધા હતા. મંદિરના સ્ટાફેતેમનું હાર પહેરાવીને તેમની મંગળ યાત્રા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.મહત્ત્વનું છે કે, હરિપ્રકાશ સ્વામી અને સંતો આફ્રિકા-સેશેલ્સ-દુબઈમાં ધર્મનો પ્રચાર-પ્રસાર- સત્સંગ વિચરણ કરશે.