(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૫
રવાપર ચોકડી લીલાપર રોડ પર આવેલ આંગડીયા પેઢીમાં જુના ગ્રાહકે અનેક વખત અગાઉ આંગડીયા કરાવ્યા હોય જેથી આંગડીયા પેઢીએ વિશ્વાસ રાખી રાજકોટની પેઢીમાં રૂ ૬૦.૬૩ લાખનું આંગડીયુ કરાવ્યું હતું બાદમાં સામેથી રૂપિયા લઇ લીધા બાદ ફોન સ્વીચ ઓફ કરી બંને ઇસમોએ પેઢી સાથે ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મૂળ કેશિય હાલ મોરબીના રવાપર રોડ પર રહેતા વિપુલભાઈ મોતીભાઈ ગોધાણીએ આરોપીઓ જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ રહે મોરબી શકત શનાળા અને નિમેષ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની રવાપર ચોકડી લીલાપર રોડ પર કોહીનુર કોમ્પ્લેક્ષમાં પહેલા માળે શ્રીજી આંગડીયા પેઢી આવેલી છે અને આરોપીઓએ અવારનવાર આંગડીયામાંથી અન્ય જગ્યાએ આંગડીયા કરાવી વિશ્વાસ કેળવ્યો હતો ગત તા. ૧૪ ઓગસ્ટના રોજ બપોરે આરોપીઓએ કાવતરું રચીને ફરિયાદીને રાજકોટ ખાતે શ્રીજી આંગડીયા પેઢીમાં રૂ ૬૦,૬૩,૪૦૦ નું આંગડીયુ કરાવ્યું હતું અને આરોપી નિમેષ આચાર્યએ આંગડીયામાંથી પૈસા ઉપાડી લઈને ફોન સ્વીચ ઓફ કરી રૂ ૬૦.૬૩ લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

